તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મુંબઈ-પૂણેથી કચ્છ જઈ રહેલા વણિક પરિવારની અર્ટિગા સાંતલપુરના સીધાડા નજીક પલટી, 6ને ઈજા અને બેની હાલત ગંભીર

સાંતલપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈ અને પૂણેથી શંખેશ્વર દર્શન કરીને આર્ટિગા ગાડી દ્વારા વતન કચ્છ તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. બપોરે એક વાગ્યાની આસપાસ સાંતલપુર તાલુકાના સીધાડા નજીક આર્ટિગા પલ્ટી મારતાં એક બાળક, ત્રણ મહિલા અને બે પુરુષ મળીને કુલ 6 લોકોને ઈજા થઈ હતી. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે તમામ ઈજાગ્રસ્તોને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈ અને પૂણેથી શંખેશ્વર ખાતે દર્શન કર્યા બાદ વણિક પરિવાર કચ્છમાં પોતાના વતનમાં જઈ રહ્યો હતો. આ દરમ્યાન અગમ્ય કારણોસર ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેને પગલે કારમાં સવાર આશાબેન ભરતભાઈ હડિયા, નરેશભાઈ રતિલાલ હડિયા, ઝીલ નરેશભાઈ હડિયા, મીનાબેન રાજેશભાઈ શાહ, આયન અભયરામ હડિયા અને રાજેશ ઘેલા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે જાણ થતા રાધનપુરના સુનિલભાઈ વારૈયા, હરેશભાઇ રઘુરામ ઠક્કર, વિશાલભાઈ રેડીમેડવાળા સહીત સેવાભાવી યુવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ તમામ સેવાભાવી લોકો સારવાર બાદ તમામને મહેસાણા ખસેડવામાં મદદરૂપ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો