કાર્યવાહી:પીપરાળા પાસે નાના રણમાં પાટા કરાતાં અભયારણ્ય વિભાગમાં દોડધામ મચી

વારાહી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ સ્થળ પર પંચનામું કરી કાર્યવાહી કરી
  • રાજુસરા ગામનો શખ્સ ટ્રેક્ટરથી પાટા દોરી કબજો જમાવતો હતો

સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના નાના રણમાં ટ્રેકટર દ્વારા ગેરકાયદે પાટો કરતા ઈસમ સામે વન વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી છે.પીપરાળા નજીક કચ્છના નાના રણમાં રાજુસરા ગામના ઈસમ દ્વારા ટ્રેક્ટર લઈ રણમાં પાટા કરી ગેરકાયદે કબજો કરાઈ રહ્યો હોવાનું અભ્યારણ વિભાગના અધિકારીઓને જાણવા મળતા કર્મચારીઓને સ્થળ પર ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. સાંતલપુરના વનપાલ દ્વારા રાજુસરાના ઈસમ દ્વારા 10 હેકટર જમીનમાં ગેરકાયદે કબજો કરવા મથતા રાજુસરાના ઈસમ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

વનપાલ તેજસ વાગડીયા એ જણાવ્યું હતુ કે રાજા સુલતાન નામના વ્યક્તિ દ્વારા ટ્રેક્ટર દ્વારા પાટા બનાવી ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો હતો અમે તપાસ કરવા ગયા ત્યારે ટ્રેક્ટર લઇને ચાલી ગયો હતો.અભ્યારણમાં ગેરકાયદે કબજો કરતા ઇસમ સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ઘુડખર માટે અભ્યારણ જાહેર કરેલ કચ્છના નાના રણમાં વાહનો માટે પ્રવેશ બંધી હોવા છતા રણનમાં ગેરકાયદે વાહનો દ્વારા પ્રવેશ કરાતાં ભુ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...