તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સાંતલપુરના નવા જાખોત્રા ગામની સિવિલમાં સ્ટાફ ભરતી કરવા માંગ

વારાહી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંચાયતે ઠરાવ કરી દવાખાનું બનાવ્યું પણ સ્ટાફ નથી
 • ગ્રામજનોએ કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી

સાંતલપુર તાલુકાના નવા જાખોત્રા ગામે આવેલ દવાખાનામાં સ્ટાફ ભરવા માટે અને દવાખાનું ચાલુ કરવા માટે ગામલોકો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છેસાંતલપુર તાલુકાના છેવાડે આવેલ નવા જાખોત્રા ગામે દસ વર્ષથી ગ્રામ પંચાયતના ઠરાવ કરી દવાખાનું બનાવવામાં આવ્યું છે

પણ આજ દિન સુધી આ દવાખાનામાં સ્ટાફ મુકવામાં આવેલ નથી અને દવાખાનું ચાલુ કરવામાં આવેલ નથી જ્યારે અત્યારે કોરોનાએ માથું ઊંચક્યું ત્યારે ગામ લોકોની માગણી છે કે આ દવાખાનામાં સ્ટાફ મુકવામાં આવે તો આ વિસ્તારના લોકોને નાની બીમારી જેવી કે તાવ ઉધરસ શરદીમાં ગામમાં સારવાર મળી રહે, આ છેવાડાના લોકોને સાંતલપુર અથવા વારાહી સુધી જવું ન પડે.

આ બાબતે નવા જાખોત્રા ગામના જીવણભાઈ બગડા આહિર વાઘાભાઈ આહિર જીવણભાઇ સોલંકી અશોકભાઈએ ગામલોકો દ્વારા મુખ્યમંત્રી, કલેકટર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ નવીન બનાવેલ બિલ્ડિંગમાં સ્ટાફ મુકી દવાખાનું ચાલુ કરવામાં આવે તો અસહનીય વિસ્તારના ગામોને સગવડ મળી રહે તો તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફ મૂકી ચાલુ કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો