તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વરસાદ ખેંચાતાં સાંતલપુરને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ખેડૂતો ઉભો પાક મૂરઝાતાં ચિંતામાં મુકાયા
  • પંથકના ખેડૂતોએ વારાહી વારાહી મામલતદારને આવેદનપત્ર આપ્યું

સાંતલપુર તાલુકામાં વરસાદ ખેંચાતાં ખેતી માટે સંકટ સર્જાયું છે તેમજ તાલુકામાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે માંગણી ઉઠી રહી છે, જેમાં તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સાંતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા ચાલતી બનાસ ફાર્મર પ્રોડ્યુસર અને ચોરાડ ફાર્મર પ્રોડ્યુસર સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચાલુ સાલે સાંતલપુર તાલુકામાં એક જ વરસાદ થતાં ગવાર, બાજરી, જુવાર, મગ અને એરંડાનું વાવેતર કયું હતું પણ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલા પાક નિષ્ફળ જતા અને ખેતીમાં કરેલ સંપૂર્ણ ખર્ચ માથે પડતાં ખેડૂત અને મોટું નુકસાન થયેલ છે. તેને લઈ ખેડૂતોએ વારાહી મામલતદારને રજુઆત કરી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...