તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વરસાદ ખેંચાતાં સાતલપુરના ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવા માંગ

વારાહી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાક સૂકાયો, ગૌશાળામાં પશુઓના નિભાવમાં મુશ્કેલી
  • ખેડૂતો, પશુપાલકો અને ગૌશાળા સંચાલકોએ વારાહી મામલતદારને રજૂઆત કરી

પાટણ જિલ્લામાં રણની કાંધીએ આવેલ સાંતલપુર પંથકમાં ચાલુ ચોમાસામાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતો, પશુપાલકો અને ગૌ શાળા સંચાલકોની હાલત દયનીય બની છે. સરકાર દ્વારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સાંતલપુર તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થતાં આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો લાવી કરવામાં આવેલ ખેતીનો પાક વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે. વરસાદના અભાવે વિસ્તારમાં ઘાસ ચારની અછત ઊભી થતા પશુપાલકોને ઢોરને જીવાડવા મુશ્કેલ બન્યા છે. જ્યારે તાલુકા મથક વારાહી સાંતલપુર કોરડા સહિત ચાલતી ગૌશાળાઓમાં 4500 ઉપરાંત ગાયો તેમજ ગૌવંશનો નિભાવ મુશ્કેલ બન્યો છે. ત્યારે તાલુકાના અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતો, પશુપાલકો તેમજ ગૌ શાળાના સંચાલકોએ વારાહી મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...