તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વારાહીમાં હેર કટિંગની દુકાન બંધ કરી નલિયા ગામે જઈ રહેલા યુવાન પર હુમલો

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સોએ બાઈક ઉભું રાખી કુહાડી, ધોકો અને ટોમી ફટકારી
  • ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પાટણ ખસેડાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

સાતલપુર તાલુકા મથક વારાહી ખાતે ધ્રુવી હેર સ્ટાઇલ દુકાન ચલાવતા ભરતભાઈ લક્ષ્મણભાઈ નાઈ ગુરૂવારે સાંજે આઠ વાગ્યે દુકાન બંધ કરી કાકાના દીકરા જલારામભાઈ અલગ-અલગ બાઈક લઈ નજીકના નલિયા ગામે ઘરે જવા માટે નીકળ્યા હતા. વાઘપુરા નલીયા રોડ તરફ વારાહીથી 2 કિમી દૂર આવેલ બાંડિયાસર તળાવ પાસે ત્રણ બાઈક પર આવેલા છ ઇસમો રોડ પર હાથમાં ઘાતક હથિયારો લઇ ઉભેલા જલારામભાઈએ જોયા હતા. તેઓ આગળ નીકળ ગયા બાદ પાછળ આવતા ભરતભાઈને ઉભો રાખી જુની અદાવતમાં કુહાડી, ટોમી અને ધોકા વડે હુમલો કર્યો હતો.

હુમલાની જાણ થતા જયંતીભાઈ અને લક્ષ્મણભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલ ભરતભાઈને વારાહી સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા ત્યાંથી પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બાઈક લઈને ઘેર જતા યુવક પર જીવલેણ હુમલો કરવા બદલ નાસીરખાન સરદારખાન મલેક, અમન ઉર્ફે ટાઈગર રહે.વારાહી, અને હિંમત ઉર્ફે પંકો લાલજી ચૌધરી રહે. માનપુરા તા. સાતલપુર વિરુદ્ધ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...