બિસ્માર માર્ગ:છ માસ અગાઉ રોડ પર મેટલ નાખ્યા બાદ કામ અધુરૂ છોડાતાં વાહન ચાલકો પરેશાન

વારાહી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના ગુલાબપુરાથી દેલાણા જવાનો માર્ગ બિસ્માર

રાધનપુર તાલુકાના ગુલાબપુરાથી દેલાણા ગામ વચ્ચેનો ત્રણ કિલોમીટરના માર્ગનું કામ છેલ્લા કેટલાક સમયથી તંત્રની ઉદાસીનતાને કારણે અટકી જવા પામ્યું છે. ગુલાબપુરા ગ્રામજનોને તાલુકા મથક રાધનપુર આવવા ઉપયોગમાં લેવાતો એક માત્ર માર્ગ બનાવવાની કામગીરી અગાઉ એજન્સીને આપવામાં આવી હતી.

પરંતુ એજન્સી દ્વારા યેનકેન પ્રકારે માર્ગ બનાવવાની કામગીરી શરૂ ન કરતાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરતા કોન્ટ્રાકટર દ્વારા છ મહિના પહેલા માર્ગ પર મેટલ કામ કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ ડામર કામ કર્યા વિના કોન્ટ્રાકટર ગાયબ થતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે. 1500 ઉપરાંતની વસ્તી ધરાવતા ગુલાબપુરા ગ્રામજનોને ખરીદી કરવા રાધનપુર આવવા માટે આ માર્ગ પરથી પસાર થવું પડે છે. છ મહિનાથી મેટલ નાંખવામાં આવતાં અહીથી પસાર થતાં બાઈક ચાલકો પડી જવાના બનાવો સામે આવતા હોવાનુ લોકોએ જણાવ્યું હતુ .

અન્ય સમાચારો પણ છે...