તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ ચોરી:સાંતલપુર તાલુકામાંથી 30 વીજ ચોરી પકડાતાં રૂ. પાંચ લાખ દંડ

વારાહી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા અને પાલનપુર વિઝિલન્સના બુધવારે દરોડા
  • રહેણાંક મકાન અને હોટલોમાં ગેરકાયદે વિજ કનેક્સન ઝડપાયાં

સાંતલપુર તાલુકામાં યુજીવીસી એલ દ્વારા 25 જેટલી ટીમો બનાવી બુધવારની સવારે તાલુકાના ગામડાઓમાં રેડ કરતા 30 જેટલા ચોરી કરતા વિજ કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા અને એ તમામ લોકોને કુલ મળી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહેસાણા વિજિલન્સ અને પાલનપુર વિભાગીય કચેરીના અધિકારીઓ દ્વારા તાલુકાના પાટણકા, ફાંગલી, જામવાળા, વરણોસરી, જજામ, જેકડા, ઝંડાલા, કોલીવાડા, વાઢીયા, રંગપુરા અને બીજી નેશનલ હાઈવેની હોટલ રેડ વીજ ચોરી પકડવામાં આવી હતી અને તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...