તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વરાણા ખોડિયાર માતાજી મંદિર મેળાના 15 દિવસ સંપૂર્ણ બંધ રહેશે

સમીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ અટકાવવા 12થી 27 ફેબ્રુઆરી મહા સુદ એકમથી પૂનમ સુધી ખોડિયાર માતાનો 15 દિવસીય મેળો નહીં ભરાય
 • તંત્ર દ્વારા મેળો બંધ રાખવા આદેશ કરાયો હતો, મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવા નિર્ણય
 • ગ્રામ પંચાયતને લાખ્ખોનો વેરો નહી મળે, મંદિરની ટ્રસ્ટની આવક નહીં આવે

સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાના મંદિર ખાતે વઢિયાર પંથકનો ઐતિહાસિક પરંપરાગત મેળો ભરાય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે મેળો બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોની ભીડના કારણે કોરોના સંક્રમણ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી તારીખ 12થી 27 ફેબ્રુઆરી પંદર દિવસ વરાણા મંદિર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે મંદિર ટ્રસ્ટને આશરે 50 લાખની આવકનું અને વેપારીઓને સાત કરોડનું નુકશાન થશે.

વરાણા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ખોડિયાર માતા મંદિર ખાતે મહા સુદ એકમથી મહા સુદપૂનમ સુધી 15 દિવસનો લોક મેળો ભરાય છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ અને પરપ્રાંતમાંથી પણ લોકો માતાજીના દર્શન માટે આવે છે. 15 દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકો માતાજીના દર્શન કરે છે. જેથી આ મેળો વઢીયારનો મીની કુંભ મેળો ગણવામાં આવે છે. મેળામાં ચકડોળ ચકરડી સહિતના મનોરંજનના સાધનો ખાણીપીણીના સ્ટોલો તેમજ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી માટેના સ્ટોલ ઉભા થાય છે. ખરીદી માટે બજાર જેવું વાતાવરણ સર્જાય છે જેના કારણે સ્થાનિક અને અન્ય વિસ્તારોમાંથી આવતા આશરે 1500 લોકોને રોજગારી મળે છે.

વેપાર-ધંધામાં અંદાજે સાત કરોડ જેટલું ટન ઓવર થાય છે. વરાણા ખોડીયાર ધામ વઢીયાર ખારાપાટ ચોરાડ અને પાટણ વાડા વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. જેથી લોકો આ મેળામાં ટ્રેક્ટરો ટેમ્પા જીપો ભરીને માતાજીના દર્શનાર્થે આવે છે. આ વિસ્તારના લોકોની વર્ષોની પરંપરા બની ચૂકી છે. પરંતુ આ વખતે કોરોના મહામારી ના કારણે મેળો બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જ્યારે ભક્તોની ભીડ ના કારણે સંક્રમણ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મંદિરને 50 લાખ અને વેપારીઓને સાત કરોડનું નુકસાન થશે

15 દિવસનો મંદિર બંધ રહેશે.
ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી વીરદાનભાઈ ગઢવીના જણાવ્યા પ્રમાણે મુંબઈ, રાજસ્થાન, દિલ્હી તથા ગુજરાતભરમાંથી ભક્તો મહા મહિનામાં દર્શનાર્થે વરાણા આવે છે .જેથી ભીડ એકત્રિત થતાં કોરોના સંક્રમણ અટકાવવા 15 દિવસ મંદિરનો દરવાજો બંધ કરી સંપૂર્ણ બંધ રાખાશે.

ગ્રામ પંચાયતને પાંચ લાખથી વધારે વેરાનુ નુકસાન
પંદર દિવસ મેળા દરમ્યાન ગ્રામ પંચાયતને પ્લોટ ભાડે આપવા સહિતના વિવિધ વેરા પેટે પાંચ લાખ ઉપરાંતની આવક થાય છે. જેનો ઉપયોગ ગ્રામ પંચાયત વિકાસના કામો માટે અને પ્રાથમિક જરૂરિયાતો માટે કરે છે. જે આ વખતે મેળો બંધ રહેતા પંચાયતને નુકસાન થશે.]

પ્રથમ વખત તલ અને ગોળની સાંની નહીં ચઢે
સમશેરપુરા ગામના 89 વર્ષના ગેલાભાઈ ત્રીકમભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે મારી ઉંમર અને સાંભળ્યા પ્રમાણે દોઢસો વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મેળો બંધ રહ્યો છે. વઢીયાર, ખારા પાટ, ચોરાડ, પાટણ વાળા, ચુવાડ પંચકમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થતાં લોકો માતાજીને સવા મણ ગોળ અને તલમાંથી બનતી ઘાણી અને સાંનીનો પ્રસાદ ચડાવી માનતા પૂર્ણ કરે છે આ વખતે ભક્તોએ માનતા પૂર્ણ કરવા એક વર્ષ રાહ જોવી પડશે.

પંદરસો જેટલા લોકોને રોજગારી નહીં મળે
સ્થાનિક અગ્રણી અજાભાઈના જણાવ્યા પ્રમાણે મેળામાં વઢિયાર પંથક અને યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશના પંદરસો જેટલા નાના મોટા વેપારી રોજગારી મેળવે છે રોજનું 50 લાખ લેખે 15 દિવસમા સાત કરોડ જેટલું નુકસાન થશે.

અગાઉ મેળો મોકૂફ રાખવા જાહેરાત થઈ હતી
પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ખાતે યોજાનારા 15 દિવસીય મેળામાં લાખ્ખો ભક્તો આવતા હોય છે. ત્યારે મેળો ન યોજવા માટે સ્થાનિક અધિકારીઓએ ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મેળો મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં મેળો ન યાજોવાનો હોવા છતાં પણ ભક્તો ઉમટી પડતા હોઈ ભીડ એકત્ર ન થાય અને કોરોના સંક્રમણ ન વધે તે માટે ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે આ 15 દિવસ મંદિરના દરવાજા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ પુત્ર પ્રાપ્તિ માટેની માનતા પૂર્ણ કરવા લોકો આવતા હોઈ ભીડ ન થાય તે માટે મંદિર બંધ રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો