તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સમીના મહંમદપુરાના બે શખ્સોએ રોજગારીનું બહાનું કરી કચ્છમાં લઈ જઈ 2 યુવતી સાથે દુષ્કર્મ

સમી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સમી તાલુકાના મહંમદપુરા ગામે રહેતા અશ્વિન ઠાકોર અને પ્રવીણ ઠાકોર દ્વારા કચ્છમાં રોજગારી આપવાનું કહી અશ્વિને પરિણીતાને ફોન કરીને કહ્યુ હતુ કે કચ્છ બાજુ વાડીમાં ભાગ રાખવો હોય તો મારે કચ્છમાં ઓળખાણ છે તેવું કહી વિશ્વાસમાં લઇ તે કચ્છમાં પ્રવીણ નવઘણભાઈ ઠાકોર મહમદપુરાની સાથે જવાનો હોવાથી તમારે આવવું હોય તો હું ગોખાતર હોઇશ અને તમને લેવા માટે પ્રવીણભાઈનું બાઈક મોકલીશ તેમ જણાવતાં પરણીતાએ તેની 17 વર્ષની સગીર બેનપણીને વાત કરી હતી અને તેને પણ સાથે લઈ જવાનું કહેતાં બન્ને એ હા પાડી હતી.

બંન્ને બહેનપણીઓ પ્રવિણ ઠાકોર અને અશ્વિન ઠાકોર સાથે બાઈક પર કચ્છમાં જવા નીકળી હતી જ્યાં સામખયારી પાસે બાઈકને પંચર પડતાં સામખયારીથી ગાંધીધામ બસમાં ગયા હતા હોટલની સાઈડમાં એક ખેતરમાં રોકાયા બાદ અશ્વિને પરિણીતા અને પ્રવીણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પરણિતા અને સગીરાને ભદ્રેશ્વર ગામની વાડીએ લઈ ગયા હતા જ્યાં બે દિવસ રોકાયા હતા ત્યાં પણ બન્ને સાથે દૂષ્કર્મ આચર્યું હતું.

આ દરમ્યાન પરિણીતાના પિતાએ દીકરી ગુમ હોવાની સમી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા તેની ખબર પડતાં મુન્દ્રા મરીન પોલીસ મથકે તેણી હાજર થયા બાદ સમી પોલીસે પહોંચી હતી જે બાદમાં બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...