રોમાંચક વિજય:સમશેરપુરાના ઉમેદવાર એક મતે જીત્યા બાદ રીકાઉન્ટિંગમાં 14 મતે વિજય થયો

સમીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમીમાં ભારે રસાકસી ભર્યા માહોલમાં મતગણતરી પૂર્ણ

સમી તાલુકાના 21 ગ્રામ પંચાયતોની મતગણતરી સમી સરકારી વિનયન કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં સવારના 9 વાગ્યાથી ઉમેદવારો તથા ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેથી રોડ ઉપર ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું. સમી તાલુકાના 20 ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉમેદવારોની મત ગણતરી ભારે રોમાંચક રહી હતી.

વિજેતા ઉમેદવારના સમર્થકો દ્વારા અબીલ ગુલાલ ઉડાવી ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને સમશેરપુરા, વરાણા, અમરાપુર, માત્રોટા, દાદર, ગામની મતગણતરી ભારે રોચક રહી હતી. આ ગામોમાં ઉમેદવારોમાં ભારે રસાકસી જોવા મળી હતી તેમાં સમશેરપુરા ગામે હસમુખભાઈ નાડોદા માત્ર એક મતે વિજેતા થયા હતા ત્યારબાદ રીકાઉન્ટિંગ થતાં હસમુખભાઈ 14 મતે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...