પ્રેરણાદાયી નિર્ણય:નાડોદા રાજપૂત સમાજે 500 બેસણાં બંધ રાખી સમાજની સંસ્થાને રૂ.18 લાખનું અનુદાન કર્યું

સમીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળથી સ્વજનોની યાદમાં લોકોએ સમાજની સંસ્થાને દાન આપવાની પહેલી કરી હતી
  • અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી નિર્ણય, સમીના સોનારમાં દાતાઓનું સન્માન કરાયું

વઢીયાર વિસ્તાર નાડોદા રાજપૂત સમાજ દ્વારા કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં બેસણાં બંધ રાખી સમાજની શૈક્ષણિક સંસ્થાને અનુદાન કરવાની પ્રથા ચાલુ કરી હતી. જેમાં 500 જેટલા બેસણાં બંધ રાખી સમાજ દ્વારા 18 લાખ જેટલી રકમ શૈક્ષણિક સંસ્થાને અનુદાન કરી હતી. જે દાતાઓનું સમી તાલુકાના સોનાર ગામ ખાતે સન્માન કર્યું હતું.

વઢીયાર વિસ્તારમાં નાડોદા રાજપૂત સમાજ દ્વારા કોરોના કાળ દરમિયાન બેસણાં બંધ કરી બેસણામાં ખર્ચ થતી રકમ સમાજની પાટણ સ્થિત શૈક્ષણિક સંસ્થામાં અનુદાન કરવાની પહેલ કરી હતી. જેમાં નાની નાની રકમ મળી કુલ 18 લાખ જેટલી માતબર રકમ છેલ્લા 12 મહિનામાં સંસ્થાને અનુદાન સ્વરૂપે મળી છે. દાન આપનાર દાતાઓનો સત્કાર કાર્યક્રમ તથા ઉત્તર ગુજરાતના રાજપુત પંચશીલ ટ્રસ્ટના નવીન હોદ્દેદારો નિમણૂકની મીટીંગનો કાર્યક્રમ સમીના સોનાર ગામે આયોજિત થયો હતો. અનુ જેમાં પંચશીલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે માનુભાઈ પરમાર, માનદ મંત્રી તરીકે નાથાભાઈ ઉપપ્રમુખ ગોવિંદભાઈની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજપૂત સમાજના શંકરભાઈ કટારીયા, પસાભાઈ વાઢેર, નનુભાઈ ઝીલવાણા, જેઠુ દાદા નરકેસરી, રામભાઇ ડોડ, શાળાના આચાર્ય સુરેશભાઈ, ભોજન દાતા નનુભાઇ સોનાર, સતિષભાઈ જાદવ, ગિરીશભાઈ ડોડીયા, ભીખાભાઈ પરમાર, મનુભાઈ જાદવસહિત ઉપસ્થિત રહ્યા હતા.

લગ્નમાં આવતી ચાંદલાની રકમ સંસ્થાને દાન કરવા અપીલ
સોનાર ખાતે આયોજિત સમાજના આગેવાનોની બેઠકમાં સમાજ બંધુઓને લગ્નમાં આવતો ચાંદલો સમાજની શૈક્ષણિક સંસ્થામાં અનુદાન કરવા અપીલ કરાઇ હતી. જેને સમાજના લોકોએ વધાવી લીધી હતી અને આગામી સમયમાં સંસ્થાને અનુદાન કરવાની પહેલ થઈ હતી.

300 જેટલા નાના મોટા દાતાઓએ અનુદાન કર્યું
પ્રમુખ અજમલભાઈ વાઢેર જણાવ્યું કે કોરોના કાળ ને કારણે સમાજની પાટણ સ્થિત શૈક્ષણિક સંસ્થા ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી ત્યારે કોરોના કાળમાં લોકોને બેસણાં બંધ રાખી સ્વજનોની યાદમાં સમાજની સંસ્થાને અનુદાન આપવા અપીલ કરી હતી. જે સમાજના લોકોએ વધાવી લીધી હતી અને 300 જેટલા નાના મોટા દાતાઓએ અનુદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...