તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કૂરેજા નજીક કેનાલમાં એકલારાના પ્રેમી પંખીડાંની મોતની છલાંગ, યુવતીનું મોત

હારીજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીનાં 10 દિવસ અગાઉ લગ્ન થયાં હતાં, પ્રેમી સાથે લગ્ન શક્ય ન હતાં
  • ધારપુર સિવિલ ખસેડાતાં રસ્તામાં યુવતીનું મોત, યુવાન સારવાર હેઠળ

સમી તાલુકાના સજુપુરા (એકલારા) ગામનાં યુવક યુવતી વચ્ચે પ્રેમ સબંધ પાગરતાં કુરેજા કેનાલમાં ઝંપલાવતાં યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવાન સારવાર હેઠળ છે. એકલારાની સોનલબેન ભાવાજી ઠાકોર (20)ના લગ્ન દસ દિવસ અગાઉ થયા હતાં. પણ ગામના શૈલેષજી ઝેણાજી ઠાકોર સાથે પ્રેમ સબંધ હતો. એક જ ગામનાં હોઇ લગ્ન થઈ શકે તેવા ના હોઇ બન્નેએ સાથે બુધવારે રાત્રે પોતાના ગામ એકલારાથી ભાગી ગયા હતાં. અને ગુરુવાર સવારે હારિજ પાટણ હાઇવે પર આવેલ કૂરેજા નર્મદા કેનાલ પર બન્નેએ સાથે જીવન ટૂંકાવવા માટે પોતાના એક એક પગ બાંધી મોતની છલાંગ લગાવી હતી.

કેનાલમાં પડતાની સાથે કૂરેજા ગામનાં ખેડુતો કેનાલ પરથી જોઇ ગયા હતાં અને તાબડતોડ દોડી જઇ દોરડાથી બચાવવાની કોશિશ કરતાં બંનેને બેભાન હાલતમાં બહાર કાઢ્યાં હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમાં ધારપુર લઇ જવાતા રસ્તામાં યુવતીનું મોત થયુ હતુ. જ્યારે યુવક બે ભાન હાલતમાં ધારપૂર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...