તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી:સમશેરપુરાના યુવાને મહિલાઓ અને સિનિયર સિટિઝનોના સ્વરક્ષણ માટે ઝટકા સ્ટિક બનાવી

સમીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઝટકા મશીનથી સામેની વ્યક્તિને 125 વોલ્ટનો ઝટકો લાગે

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સમી ખાતે ઝટકા મશીન બનાવવાનું કામ કરતા યુવાન દ્વારા ટેકનોલોજીમાં દિમાગ લગાડી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને આત્મરક્ષણ માટેની શોક સ્ટિક બનાવી છે. વઢીયાર પંથકના નાનકડા ગામ સમશેરપુરાના યુવાન ધવલસિંહ વજાભાઇ નાડોદા રાજપૂત માત્ર 22 વર્ષની ઉંમરે મહિલાઓ માટે આત્મરક્ષણ મળી રહે તેવા હેતુથી શોક સ્ટીક બનાવી છે .

ધવલસિહ જણાવે છે કે ઝટકા મશીનની કાર્ય પદ્ધતિથી પ્રેરાઈને ઝટકા મશીનમાં વપરાતી ઇન્વર્ટર સર્કિટનો ઉપયોગ કરી, અમદાવાદથી પીવીસી પાઇપની બોડી મંગાવી તેમાં 12 વોલ્ટની બે બેટરી ફીટ કરી તે પાવર સર્કિટની મારફત 125 વોલ્ટનો ઝટકો આપે છે. લાકડી ઉપર એક સ્વીચ મૂકવામાં આવી છે આ સ્વીચ દબાવવાથી લાકડીમા ઝટકો ચાલુ થઈ જાય છે અને તેને અડકવાથી પણ ઝટકો આવે છે.

સ્ટિકનો કોણ કોણ ઉપયોગ કરી શકે
મહિલાઓ આત્મરક્ષણ માટે પોતાની પાસે આ સ્ટીક રાખી શકે અને મુશ્કેલીના સમયે સામેના વ્યક્તિને શોક આપી શકે છે. અધિકારીઓ, બેંક કર્મચારી પણ આત્મરક્ષણ માટે આ સ્ટીકનો ઉપયોગ કરી શકે છે.

આ ઝટકા સ્ટિક કઈ રીતે કામ કરે
જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઉપર હુમલો કરે ત્યારે સ્વરક્ષણ માટે આ સ્ટિક સામેવાળાને ટચ કરવાથી સામેના વ્યક્તિને 124 વોલ્ટનો ઝટકો લાગે છે. જેથી તે ભાગી જશે અને તમે સામેની વ્યક્તિના હુમલાથી બચી જશો. આ કરંટ લાકડીથી માત્ર 124નો ઝટકો લાગે છે. જેથી સામેના વ્યક્તિને જાનહાનિ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...