તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરો બેફામ:સમી તાલુકાના અમરાપુર ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂ સહિત 2.36 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રણકાંઠા વિસ્તારમાંથી સેન્ટ્રો ગાડીમાંથી રૂપિયા 80 હજાર 952નો દારૂના જથ્થો પકડાયો સમી પોલીસે દસાડા તાલુકાના દહેગામના ઇલીયાસખાન નામના બુટલેગરને ઝડપી પાડ્યો

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામની સીમમાં રણકાંઠા વિસ્તારમાંથી પોલીસે નાકાબંધી કરી સેન્ટ્રો ગાડીમાંથી રૂપિયા 80 હજાર 952ના પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે દહેગામના એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

આગામી ગણતરીના દિવસોમાં આવતા હોળી-ધૂળેટીના તહેવારોને પગલે 22 માર્ચથી 01 એપ્રિલ સુધી સ્પેશિયલ દારૂ જુગારની ડ્રાઈવ કરી પરિણામ લક્ષી કામગીરી અને ગેરકાયદેસર પ્રવૃતિને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સુચના આપતા સમી પોલીસ અમરાપુર ગામની સીમમાં રણકાંઠે નાકાબંધીમાં હતી.

નાકાબંધી દરમિયાન ગુરુવારે વહેલી સવારે સેન્ટ્રો કાર (જીજે 01 એચ.જી 2141) પસાર થતા પોલીસે બાતમીના આધારે અટકાવી તેમાં તપાસ કરતા 80 હજાર 952ની કિંમતની પરપ્રાંતિય દારૂની 876 બોટલ મળી આવી હતી.

પોલીસે ગાડીના ચાલક દસાડા તાલુકાના દહેગામન ઇલીયાસખાન ભાણજીખાન મલેકને પરપ્રાંતીય દારૂની બોટલો અને ગાડી મળી કુલ રૂ 2.36 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ અંગે સમી પોલીસ મથકે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો