ખોરાકી ઝેર:સમીના કાઠીમાં ઝેરી વનસ્પતિ ખાતાં 11, ગાયોનાં મોત, એક ગાય બચાવી લેવાઈ

સમી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયો ફસતારી તલાવડી નામના સીમ વિસ્તારમાં ચરવા ગઈ હતી
  • મૃત ગાયોનું પીએમ કરી સેમ્પલ તપાસ માટે એફએસએલમાં મોકલાયાં

સમી તાલુકાના કાઠી ગામે ફસતારી તલાવડી નામના સીમ વિસ્તારમાં ભરવાડ વિરમભાઈ માનાભાઈ, ભરવાડ રાજુભાઈ ભરવાડ, ભરવાડ હરખાભાઈ પોતાની ગાયો ચરાવવા માટે ગયા હતા ત્યારે સાંજના ચાર વાગ્યાના અરસામાં ગાયોએ ઝેરી વનસ્પતિ ખાઈ જતાં એક બાદ એક ગાયો તરફડીયા મારવા લાગી હતી. ગામમાં વાત પ્રસરતા ગામલોકો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ગાયોને બચાવવા માટે માથા ઉપર પાણી રેડી દેશી ઉપાય દ્વારા પ્રયત્ન કર્યા હતા.

આ અંગે સમી પશુ ચિકિત્સક વિપુલભાઈ ચૌધરીને જાણ કરતાં ગાયોને પ્રાથમિક સારવાર આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 11 જેટલી ગાયો સ્થળ ઉપર જ મૃત્યુ પામી હતી. સમી પશુ ચિકિત્સક વિપુલભાઈ ચૌધરી સાથે વાત કરતાં ગાયોએ કોઈ ઝેરી વનસ્પતિ આરોગી હોથી આફરો જેવી સ્થિતિમાં હતી, એક ગાયને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાઇ હતી.

જ્યારે 10 ગાયોનાં અમારા પહોંચ્યા પહેલાં મૃત્યુ થયા હતા, મૃત ગાયોના પીએમ કરાતાં શરીરમાં પોઈઝન જણાયુ હતું વધુ તપાસ અર્થે નમૂના એફએસએલમાં મોકલાયા છે. સરપંચ અમિતભાઈ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા કોઇ રાહત મળે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ

અન્ય સમાચારો પણ છે...