તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વઢીયાર પંથકમાં ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં ટ્રેક્ટર દોડાવતાં રોષ

સમી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલના રિપેરિંગ માટે મટીરિયલ્સ લઈ બેફામ દોડતાં ટ્રેક્ટર
  • ખેતરોમાં નુકસાન થતાં પંથકના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચરી

સમી તાલુકાના વઢીયાર પંથકની કેનાલોના રીપેરીંગ કામો ચાલી રહ્યા છે ત્યારે તેનું મટીરીયલ કપચી, રેતી, સિમેન્ટ વિગેરે ખેડૂતોના ખેડેલા ખેતરોમાં બેફામ ચીલાઓ પાડી અને તેમની મંજૂરી વગર ટર્બાઓ ભરીને ઠાલવવામાં આવતા હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી છે. ઉપરાંત એક વર્ષ પહેલાં તૂટેલી કેનાલોથી ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકશાન, સાયફન લીકેજ, રસ્તાઓ વગેરે સમસ્યાઓમાં એન્જીનિયરોએ કેટલીયે વાર વિઝીટ કરી છે.

પણ પ્રશ્નોના નિકાલ થયા નથી તેવી ફરિયાદ પણ ઉઠી રહી છે. ટુવડ ગામના ખેડૂત શંકરસિંહ સિંધવ જણાવે છે કે કેનાલની બાજુમાં રસ્તા માટે સંપાદન કરેલી ખેડૂતોની જમીન પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય પથરાતાં રસ્તા પર બાવળ કટિંગ ન થતાં બંધ છે અને નર્મદા વિભાગના અને અન્ય ખેડૂતોના ટ્રેક્ટરો રસ્તો બંધ હોઈ ખેડૂતોના ખેડેલા ખેતરોમાં બેફામ ચાલીને જમીનને નુકશાન પહોંચાડી રહ્યા છે.અન્ય ખેડૂત જલાભાઇએ આ બાબતે ઉગ્ર આંદોલન કરી કોર્ટના દ્વાર ખખડાવવા ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...