તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં ભારે વરસાદ થતાં ચોમાસુ પાક તો નિષ્ફળ ગયા હતો. હવે મોડે મોડે જમીનમાં વરાપ થતાં ખેડૂતોએ 44 હજાર હેકટર જમીનમાં ચણાનું વાવેતર તો કર્યું છે. પરંતુ બે ત્રણ દિવસ સતત વાદળછાયું વાતાવરણ રહેતાં ચણાના વાવેતરમાં ઈયળ અને જીવતોનું આક્રમણથયું છે. સમી, પાલીપુર, રવદ, તારોર, કાઠી, શમશેરપુરા, સોનાર, મોટીચંદુર સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા ચણામાં મોંઘાભાવની દવાઓનો છાંટકાવ કરવા છતાં નિયંત્રણ ના આવતાં ધરતીપુત્રોની ઊંઘ ઊડી ગઈ છે.
સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ રવી પાક સારો થશે તેવી આશાઓ સાથે રવી પાકનું વાવેતર કર્યું છે. પરંતુ કમોસમી માવઠું ને સતત બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોના પાકને ભારે નુકશાનની સાથે ચણાના ઉભા પાકમાં લીલી ઈયળોનો ઉપદ્રવ થતા ઉભો પાક સુકાઈ રહ્યો છે. વઢિયાર પંથકમાં પાછોતરા વરસાદથી ખેતરોમાં પાણી ભરાતાં કપાસ સહિતનો પાક નિષ્ફળ ગયો હતો. ચાલુ સાલે ચણાના વાવેતરમાંથી પેટીયું રળવાની આશા સાથે ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેમાં ચણાના પાકમાં પણ લીલી ઈયળો સહિત રોગ પેદા થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
મોંઘા બિયારણ અને દવાઓનો ખર્ચ માથે પડ્યો
માંડવી ગામના ખેડૂત જલાભાઈ ડોડીયાના જણાવ્યા પ્રમાણે ચણાના પાકમાં લીલી અને કાળી ઈયળ સહિત મચ્છી જીવાત આવતા ખેડૂતો ભય ભીત બન્યા છે. અને ઉપદ્રવ વધે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેમ છે. મોંઘા ભાવના બિયારણ, ખેડ અને મજૂરી કરી વાવેતર કર્યા બાદ હવે પાકમાં લીલી અને કાળી નાની મોટી ઈયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને હવે ઈયળ તેમજ મોલોમસી નામના રોગને દૂર કરવા મોંઘા ભાવની દવાઓ લાવી છટકાવ શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.