તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Sami
 • In Sampa's Baspa Village, 60 Families Decided Not To Vote, Putting Up Posters Outside The Settlement, 'Don't Be Ashamed To Come To Vote Or Campaign'.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કારની ચીમકી:સમીના બાસ્પા ગામમાં 60 પરિવારોએ મતદાન ન કરવા નિર્ણય કર્યો, વસાહત બહાર પોસ્ટર લગાવ્યું,‘ વોટ કે ચૂંટણી પ્રચાર માટે આવીને શરમાવશો નહી’

પાટણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સમી તાલુકાના બાસ્પા ગામે હાઇવે બાજુ બજાણીયા સમાજના 60 પરિવારોના મકાનો આવેલા છે જ્યા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાય છે.વર્ષોવર્ષ તંત્રને રજૂઆતો કરવા છતા સમસ્યા દુર નહીં કરાતા બજાણીયા વસાહતના પરિવારોએ મતદાન નહીં કરવા નિણર્ય કર્યો છે. જાહેરમાં પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છેકે પ્રજાલક્ષી પ્રશ્નો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારો વર્ષો જુના પ્રશ્નો હલ કરી શકાતા નથી. તો અમારે ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બનીને શુ કરવાનું? મહેરબાની કરીને વોટ કે ચૂંટણી પ્રચાર માટે આવીને શરમાવશો નહી.

બાસ્પા ગામનાં વિચરતી વિમુક્ત જાતિના 60 પરિવારોની બજાણીયા વસાહત વઢિયાર નીકેતન સ્કુલ શંકુલ સામે આવેલી છે. જ્યા વસાહતમાં દર વર્ષે ચોમાસામાં પાણીનો નિકાલ નહીં હોઇ પાણી ઢીંચણ સમા ભરાય છે. વર્ષોવર્ષ બજાણીયા વસાહતમાં પાણી ભરાતા પરિવારોને વઢિયાર નીકેતન શંકુલ ખાતે સ્થળાંતર કરવું પડે છે. રહેઠાણ હોવાં છતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

2015થી ગામનાં તલાટી ,સરપંચ,સમી પ્રાંત ઓફીસ,તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરતા આવ્યાં હોવાં છતા આખરે સમસ્યાનું નીરાકરણ નહીં આવતા 60 પરિવારો રોષે ભરાયા છે અને આવનારી સ્થાનિક સ્વરાજની તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીનો બહીસ્કાર કરી મતદાન નહી કરવાનો નિર્ણય કર્યો છે. વસાહતના અગ્રણી પાંચાભાઇ ઉકાભાઇ બજાણીયાનાં જણાવ્યા મુજબ વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે વસાહત પરિવારના નાના બાળકો,સગર્ભા બહેનો વૃદ્ધ વગેરે ને સ્થળાંતર કરવું પડે છે. ચૂંટણી સમયે વાયદાઓ કરી જીતીને ભૂલી જાય છે. માટે હવે અમારે મતદાન કરવું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો