વેચાણ:સમીમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે 25 ખેડૂતો આવ્યા

સમી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1046ના ભાવે પંથકના ખેડૂતોએ ચણાનું વેચાણ કર્યું

રાજ્ય સરકાર દ્વારા વઢિયાર પંથકના સમી માર્કેટયાર્ડ ખાતે સમી તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 1 માર્ચના રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ એસ પટેલ, ગુજકોમાસોલ ડિસ્ટ્રીકટ ઓફિસર સિધ્ધરાજસિંહ અને રાઠોડ વિશાલસિંહ, સમી માર્કેટયાર્ડ ડિરેક્ટર લકુમ શંકરભાઈ રતુભાઈ, દેસાઈ મોહનભાઈ નારણભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કટારીયા શંકરભાઈ ગગજીભાઈ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 2 માર્ચના રોજ 25 ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સમી માર્કેટયાર્ડ ખાતે ભવાની કિસાન, એગ્રીકલ્ચર ટ્રસ્ટ કુવારદ દ્વારા ખરીદનું વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે. રૂપિયા 1046ના ભાવે ખેડૂતોએ પ્રતિમણ ચણાનું વેચાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...