આક્રોશ:સમી હાઈવે પર ટ્રકની ટક્કરથી ચાર ભેંસ અને એક ગાયનું મોત

સમી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકની રોજીરોટી છિનવાતાં દયનિય હાલત બની

સમી શંખેશ્વર હાઈવે પાસે સોમવારે મોડી સાંજે સમીથી શંખેશ્વર તરફ જતી ટ્રકે રસ્તા પર ઢોર ચરાવી પરત ફરતા હતા દરમ્યાન માલધારી ના 4 ભેંસ અને એક ગાયને ટક્કર મારતા સ્થળ ઉપર જ મોત નિપજતાં ગ્રામજનો હાઇવે ઉપર દોડી આવ્યા હતા.          

જ્યારે એક ભેંસને ગંભીર હાલતમાં પશુ દવાખાના સમી ખાતે સારવાર આપવામાં આવી હતી

સમીના મુજપુરી દરવાજા વિસ્તારમાં રહેતા પરમાર ગણપતભાઇ વજાભાઈ પોતાના સાત ઢોર લઈને સમી પાસે આવેલ ઘારાવાણા સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા માલઢોર ચરાવી સાંજના સમયે પરત ફરી રહ્યા હતા. ત્યારે સમીથી શંખેશ્વર તરફ જતી જીજે 02x0587 નંબરની ટ્રકે 6 ઢોરોને ટક્કર મારતા ચાર ભેંસ અને એક ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ભેંસને ગંભીર હાલતમાં પશુ દવાખાના સમી ખાતે સારવાર આપવામાં આવી હતી. ગરીબ પરિવારના માલધારીને કુલ 3,90000ના પશુધનનુ નુકસાન થયું હતું અને  પશુપાલકની રોજીરોટી છીનવાઇ હતી. આ અંગે ગણપતભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હું બાજુમાં આવેલ બોર પર પાણી પીવા માટે ગયો હતો, રોડ પર આવી જોયું તો ટ્રકએ મારા ઢોરને ટક્કર મારી હતી ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...