તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે ચણાની ખરીદી:ટેકાના ભાવે માત્ર 50 મણ ચણાની ખરીદી કરાતાં ખેડૂતો નીચા ભાવે વેચવા મજબૂર

સમી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમી માર્કેટયાર્ડમાં રોજની ૨૦૦૦ બોરી ચણા ની આવક . - Divya Bhaskar
સમી માર્કેટયાર્ડમાં રોજની ૨૦૦૦ બોરી ચણા ની આવક .
  • સમી માર્કેટયાર્ડમાં રોજની 2 હજાર બોરી ચણા આવક, ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ વધારવા ખેડૂતોની માંગ

વઢિયાર પંથકમાં ચાલુ સિઝનને જમીનમાં સારા ભેજને કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણાના પાકનું વાવેતર કર્યું હતું ત્યારે ટેકાના ભાવે માત્ર 50 મણ ચણા ખરીદી થતા બાકીના ચણા ખેડૂતો માર્કેટયાર્ડમાં નીચા ભાવે વેચવા મજબૂર બન્યા છે. ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ વધારવા માટે માંગ થઇ રહી છેટેકાના ભાવે ચણાની ખરીદી નો સુભારંભ સમી માર્કેટયાર્ડ ખાતે કર્યો છે. પરંતુ ખેડૂતોના માત્ર 50 મણ ચણા ટેકાના ભાવે ખરીદાતા બાકીના ચણા ખેડૂતો માર્કેટયાર્ડમાં સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે. સમી માર્કેટયાર્ડમાં રોજની 2 હજાર બોરી ચણા ખેડૂતો માર્કેટમાં વેચી રહ્યા છે .

ગુજરવાડાના રાજુભાઈ સિંધવના જણાવ્યા પ્રમાણે નાનામાં નાના ખેડૂતને આશરે 150 મણ જેટલા ચણાનું ઉત્પાદન થયું છે ત્યારે 50 મણ ચણા ટેકાના ભાવે વેચવા લાઇનોમાં ઊભા રહેવું અને બે-ત્રણ મહિના પછી પૈસા મળે તેના કરતાં તો ખેડૂતો ડાયરેક્ટ માર્કેટમાં જ ચણાનું વેચાણ કરી રોકડી કરવા મજબૂર બન્યા છે. વળી ચણા ની ખરીદી ધીમી ગતિએ થતા ખેડૂતો પોતાનો નંબર ક્યારે આવશે તેની ચિંતામાં છે આવી સ્થિતિમાં ખેડૂતો ટેકાના ભાવની પરવા કર્યા વિના સીધાજ માર્કેટયાડમાં ચણાનુ વેચાણ કરી રહ્યા છે.

રુપનગર ગામના કલાભાઈના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા ચણા વેચાણ માટે આગલા દિવસે જેનો નંબર હોય છે એવા ખેડૂતોને અગાઉથી કોઇ જાણ અથવા યાદી બહાર પાડાતી નથી. જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા ઝડપી ખરીદીનું આયોજન થાય તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...