સમરસ:શંખેશ્વરની કુવારદ ગ્રા.પં.સમરસ બનતાં ચૂંટણી નહીં યોજાય

સમીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ તરીકે ભગીબેન રાજુભાઈ કટારીયા અને સભ્યો નક્કી કરી ગ્રામ પંચાયતને સમરસ બનાવી

શંખેશ્વર તાલુકાના કુંવારદ ગ્રામ પંચાયત સભ્યો સહિત સમરસ બનતાં ચૂંટણી નહીં યોજાય. શંખેશ્વર તાલુકાના નાનકડા એવા 1500ની વસ્તી ધરાવતા કુવારદ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ગામના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને સામ સામે ચૂંટણી લડવા માટે તૈયારીઓ હાથ ધરી હતી ત્યારે ચૂંટણીને કારણે ગામમાં એકતા જળવાય તેમ ન હોઈ અને ગામના વિકાસમાં પણ ચૂંટણી અડચણરૂપ બને તેમ હોઈ ગામના દરેક સમાજના આગેવાનો અને સહકારી અગ્રણી રાજુભાઈ કટારીયા તથા શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ભલાભાઇ કટારીયા,

જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય શંકરભાઈ કટારીયા, શંકરભાઈ લકુમ, હસમુખભાઈ લકુમ પૂર્વ સરપંચ, લક્ષ્મણભાઈ કટારીયા ડેલિકેટ કુવારદ સહિતે વિવિધ બેઠકોનો દોર ચાલુ કરી સરપંચ તરીકે ભગીબેન રાજુભાઈ કટારીયા અને સમગ્ર ગ્રામ પંચાયતને સમરસ બનાવી હતી. સમરસ પંચાયતના સરપંચ અને સદસ્ય સમગ્ર ગામ સાથે મળી આગામી સમયમા ગામમાં સારા રોડ રસ્તા ગટર વ્યવસ્થા, સ્ટેટ લાઈટ, આરોગ્ય, શિક્ષણ સહિત વિષય અંતર્ગત ઉત્તમ કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

અન્ય સમાચારો પણ છે...