રજૂઆત:નાયકાથી સમશેરપુરા માઇનોર કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માંગ

સમી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમશેરપુરાના ખેડૂતોએ રાધનપુર ધારાસભ્યને પત્ર લખ્યો
  • ખેડૂતોએ ગાંધી ​​​​​​​ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી

સમી તાલુકાના રાજપુરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ઉપલિયાસરા માઈનોર કેનાલમાંથી નાયકા ગેટ પાસેથી અલગ પડતી નાયકા-સમશેરપુરા માઇનોર કેનાલ બની ત્યારથી વારંવાર તૂટી જાય છે અને કેનાલ બંને બાજુથી ઝમે છે જેથી ખેડૂતોના ખેતરો સુધી આ કેનાલનું પાણી પહોંચતું નથી.

આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ના મળતા આ અંગે સમશેરપુરા ગામના ખેડૂતોએ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને રજૂઆત કરતાં ધારાસભ્યે નર્મદા અધિકારીઓને પત્ર લખી નાયકા ગેટ થી સમશેરપુરા સુધી અઢી કિ.મી માઇનોર કેનાલને અંડરગ્રાઉન્ડ કરવા રજૂઆત કરી છે. અને કામ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બે વર્ષમાં 13થી વધુ વખત આ કેનાલ તૂટી
સમશેરપુરાના ખેડૂત નથુભાઈ જણાવે છે કે આ કેનાલ બે વર્ષમાં 13 થી વધુ વખત તુટી ગઈ છે. કેનાલ રિપેરીંગ કરવા પણ અધિકારીઓને રજૂઆત કરવી પડે છે. માઈનોર કેનાલને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવે તો સમશેરપુરા ગામની 500 વીધા ઉપરાંત જમીનને અને ખેડૂતોને પણ આર્થિક રીતે ફાયદો થાય તેમ છે આગામી દિવસોમાં આ કેનાલ અંડર ગ્રાઉન્ડ નહીં બનાવવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે.

અન્ય સમાચારો પણ છે...