ચૂંટણીના દિવસે હાર્ટએટેક:સમીની બાબરી,ચાંદરાણી ગ્રામ પંચાયતના સરપંચના મહિલા ઉમેદવારનું મોત

સમીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના દિવસે પૂર્વ સરપંચ સતુબેન ઠાકોરનું હાર્ટએટેકથી સારવાર દરમિયાન મોત

સમી તાલુકાના બાબરી, ચાંદરણી સંયુક્ત ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આ ગામના પૂર્વ સરપંચ સતુબેન ઠાકોર ઉંમર 65 વર્ષએ પણ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ કમનસીબે ચૂંટણીના દિવસે તેમનું નિધન થતાં ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગત ટર્મમાં પણ બાબરી ગામના સરપંચ તરીકે સતુબેન ઠાકોરે પાંચ વર્ષની કારકિર્દી પૂર્ણ કરી હતી અને નવી ટર્મ માટે પણ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.ચૂંટણીના દિવસે જ તેમનું નિધન થતા ચૂંટણી નિરસ બની હતી. તેમના દીકરા કાંતિજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે સાતેક દિવસ પહેલા હાર્ટ એટેકની અસર થતા રાધનપુર ખાતે બે દિવસ સારવાર બાદ તબિયત વધુ લથડતા પાટણ ખાતે સારવાર ચાલી રહી હતી આ દરમિયાન ચૂંટણીના દિવસે જ વહેલી સવારે સતુબેનનું નિધન થયું હતું ચૂંટણીના દિવસે જ સરપંચના ઉમેદવારનું નિધન થતા એક બાજુ લોકો મતદાન કરી રહ્યા હતા અને બીજી બાજુ એ જ દિવસે સરપંચના ઉમેદવારને અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યા હતા આવી વિકટ સ્થિતિમાં તેમના પરિવારજનો તથા ટેકેદારોમાં ગમગીની છવાઇ ગઇ હતી.ચૂંટણી નીરસ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...