તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષોનું જતન:ઉપલીયાસરાના યુવાનો દ્વારા ઔષધીય વનનું નિર્માણ

સમી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપલીયાસરા ગામે શેરી યુવાનોએ ઔષધીય વન ઉભુ કર્યું. - Divya Bhaskar
ઉપલીયાસરા ગામે શેરી યુવાનોએ ઔષધીય વન ઉભુ કર્યું.
  • ક્ષારવાળી પડતર જમીનમાં બે વર્ષમાં 500 ઔષધીય વૃક્ષો વાવી ઉછેર કર્યો

વઢિયાર પંથક રણ વિસ્તાર અને સૂકો પ્રદેશ છે અહીં વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે સમી તાલુકાના ઉપલીયાસરા ગામે ગામના યુવાનોએ ક્ષારવાળી પડતર જમીનમાં રૂ.50 હજારના ખર્ચે બે વર્ષમાં 500 ઔષધીય વૃક્ષો ઉછેરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રણના કાંઠે વસેલા ઉપલીયાસરા ગામના યુવાનો દ્વારા બે વર્ષ અગાઉ ગામના શક્તિ માતાજીના પડતર મેદાનમાં તથા ગામ સ્મશાનની ખુલ્લી જગ્યામાં ગામના હસમુખભાઈ માસ્તર, મનુભાઈ, જનકભાઈ સહિતે પોતાના ખર્ચે 500 જેટલા વૃક્ષો વાવેતર કર્યું હતું અને આ વૃક્ષો માટે ગામના બોરમાંથી પાઈપલાઈન દ્વારા પાણી આપી વૃક્ષનું રોજેરોજ જતન કરી જ્યાં સૂકી ભઠ જમીન હતી ત્યાં 400 જેટલા વૃક્ષોનું જતન કરી હરિયાળી લાવી છે.

ગામના શિક્ષક હસમુખભાઈ જણાવ્યું કે રૂ.50 હજારનો સ્વખર્ચ કરી આ ઔષધીય વનનું નિર્માણ કર્યું છે. કોરોના કાળ દરમિયાન આ વૃક્ષો ઔષધિય ઉપયોગ કરી ગામ લોકોને ઉપયોગી થયા હતા. પહેલા લોકો જે ક્ષારવાળી જમીન ઉપર જવાનું પસંદ ન કરતા ત્યાં આજે હરિયાળી થતાં સવાર-સાંજ લોકો અહીં લટાર મારવા આવે છે.

વિવિધ પ્રકારના 400 વૃક્ષ
400 વૃક્ષના આ વનમાં તુલસી, ડાયાબિટીસની દવા મામેજવો, પથરીની દવા કરકસ, ગળો, ગુલાબ, આસોપાલવ, કેસુડો, ગુલમોહર, સરગવો, વડ પીપળો, લીમડા, જાંબુ, બીલી, બોરસલી, કોનોકાર્પસ જેવા 30 પ્રકારની જુદી-જુદી ઔષધીય વનસ્પતિઓ અને વનનું નિર્માણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...