ધરણાં પ્રદર્શન:સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત સમી મામલતદાર કચેરી બહાર કોંગ્રેસનાં ધરણાં

સમી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન યોજાયું. - Divya Bhaskar
સમી મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન યોજાયું.
  • મોંઘવારી, બેકારી સહિતના મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કરાયા
  • વિધાનસભા વિપક્ષનેતા સહિત કોંગ્રેસી પાટણ-બ.કાં.ના ધારાસભ્યો હાજર રહ્યા

કોગ્રેસ પક્ષ દ્વારા સમી મામલતદાર કચેરી ખાતે 9 ઓગસ્ટ સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, મોંઘવારી, બેકારી, ગરીબી, બેરોજગારી, ગુજરાત સરકારની નિષ્ફળતાઓ અંગે સૂત્રોચ્ચાર કરાયા હતા. જેમાં પરેશભાઈ ધાનાણી (વિપક્ષ, વિધાનસભા), રઘુભાઈ દેસાઈ (ધારાસભ્ય, રાધનપુર), ચંદનજી ઠાકોર (ધારાસભ્ય, સિધ્ધપુર) ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય,વાવ), ગજેન્દ્રસિંહ રહેવર (પ્રભારી, જિલ્લા કોંગ્રેસ) રામાજી ઠાકોર, શંકરજી ઠાકોર (પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ), અશ્વિનભાઈ પટેલ (વિપક્ષ, નેતા જી. પં) સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.