તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • As 150 Vigha Land In Kuvarad Village Of Shankheshwar Taluka Is Flooded With Rain Water, Now Even The Monsoon Season Cannot Take Place After Monsoon.

રજૂઆત:શંખેશ્વર તાલુકાના કુવારદ ગામમાં 150 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં હવે ચોમાસુ બાદ રવિ સિઝન પણ નહીં લઇ શકે

સમી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર તાલુકાના કુવારદ ગામમાં મુજપુર રોડ પર આવેલ 150 વીઘા જમીનમાં દર વર્ષે ચોમાસાનું પાણી ભરાઈ રહેતા ખેડૂતોના ખેતરો બંજર બન્યા છેp આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતો ચોમાસુ સીઝન લઈ શક્યા નથી ત્યારે અડધો રવી સીઝન પતવા આવી તેમ છતાં આ જમીનમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.

જેથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે કુવારદ ગામના ખેડૂત ભલાભાઇ કટારીયા જણાવ્યું કે મારી 40 વિઘા જમીન ચોમાસામાં પણ ખેતી વિના પડી રહી હતી ને અત્યારે રવી સીઝનમાં પણ પાણીના સુકાતા ખેતરમાં પાક વાવી શકાય તેમ નથી ત્યારે આ પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા થાય તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...