તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડની સમસ્યા:સમીથી રાધનપુર સુધીના રોડ પર બમ્પ ન મુકાતાં 30 જેટલા અકસ્માત

સમી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતોની વણઝાર રોકવા બમ્પ મુકવા લોકોની માંગ
  • ગામોના બસ સ્ટેશન, અવરજવર વાળા વિસ્તારોમાં અકસ્માતનો ભય

ચાણસ્માથી રાધનપુર સુધી નવીન હાઈવેનું કામ થોડા દિવસો પહેલાં જ પૂર્ણ થયું પરંતુ અહીં ચાર રસ્તા, બસ સ્ટેન્ડ, લોકોની અવરજવર વાળા સ્થળોએ બંપ મુકવામાં ન આવતા રોડ પર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.

ઝીલવાણા બસ સ્ટેન્ડ, કઠીવાડા બસ સ્ટેન્ડ, ગુજરવાડા ચાર રસ્તા, શંખેશ્વર ચાર રસ્તા, વરાણા, વાવલ, બાસપા, ગોચનાદ, શબ્દલપુરા જેવા ગામોનાં બસ સ્ટેન્ડે અગાઉ બંપ હતા પણ હવે નવા રોડ પર નથી. વાવલ ગામના સતિષભાઈ જણાવે છે કે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યાર સુધી આ રોડ ઉપર નાના-મોટા 30થી વધુ અકસ્માતો થયા છે. જેમાં 5 વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યો છે. અકસ્માતોમાં ઘણા ઈજાગ્રસ્ત પણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...