તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢિયાર પંથક રણ ને અડીને આવેલો સુકો પ્રદેશ છે અહીં પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે સમી તાલુકાના જાખેલ ગામના ખેડૂત હરિભાઈ શંકરભાઈ બે વર્ષ અગાઉ રૂ. 25000માં ભંગારમાંથી ટપક સામગ્રી ખરીદી લાવી 6 વીઘા ખેતરમાં ચણાની ખેતી કરી હતી અને 270 મણ ઉત્પાદન મેળવીરૂ. 270,000 ની કમાણી કરી હતી આ વખતે પણ તેમને બમ્પર ઉત્પાદન ની આશા છે.
સમી તાલુકાના જાખેલગામના ખેડૂત હરિભાઈની આર્થિક સ્થિતિ નબળી છે પરંતુ ખેતીમાં કંઈક નવીન કરવાની તેમની કોઠાસુઝ પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની છેસામાન્ય રીતે વઢિયાર પંથકમાં ચણાની બિનપિયત ખેતી થાય છે આ પરંપરાગત ખેતીમાં આ ખેડૂતે નવીન પ્રયોગ કરી તેમના ખેતરમાં ૫૪ ના ગાળા માં ચણા નું વાવેતર કરેલ છે જેના કારણે સૂર્યપ્રકાશ અને હવા પૂરતા પ્રમાણ માં મળી રહે અને છોડવાને પૂરતું પોષણ સાંભળી રહે આ રીતે વાવેલ ચણાના પાકને ટપક દ્વારા ઓછા પ્રમાણમાં ભેજ રહે તે રીતે પાણી આપે છે અને ખાતર પણ લિક્વિડ સ્વરૂપમાં સિધુ છોડના થડમાં આપે છે. જેના કારણે ચણાનો વિકાસ સામાન્ય કરતા બે ઘણો જોવા મળે છે.
છોડની હાઇટ ૨.૫ ફૂટ અને ઘેરાવો ૪ ફૂટ જેટલો છે અને પોપટાઓની સંખ્યા જોતા આ વર્ષે ૩૦૦ મણ થી વધુ ઉત્પાદન થાય એવી આશા છે આ અંગે જાખેલ તલાટી કમ મંત્રી સતિષભાઈ જાદવ નાજણાવ્યા પ્રમાણે અમારા ગામના ખેડૂત દ્વારા નવીન પ્રયોગ ને જાણવા તાલુકાના ખેડૂતો આવે છે ગામના અન્ય ખેડૂતો પણ આ રીતે પ્રયોગ કરતા થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.