સમસ્યા:સમીના સિગોતરીયા ગામના 70 વિદ્યાર્થીઓ બસના અભાવે જીવના જોખમે ભણવા મજબૂર

સમી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીંગોતરીયાના બાળકો બસના અભાવે જોખમી મુસાફરી કરવા મજબૂર - Divya Bhaskar
સીંગોતરીયાના બાળકો બસના અભાવે જોખમી મુસાફરી કરવા મજબૂર
  • વાહનની સુવિધા ન હોવાથી 30 ટકા બાળકોએ અધવચ્ચેથી છોડી અભ્યાસ મૂક્યો

સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સીંગોતરીયા ગામના 70 જેટલા વિદ્યાર્થીઓ બસના અભાવે પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. તો 30 ટકા જેટલા બાળકોએ વાહનની સુવિધા ન હોવાથી અભ્યાસ અધવચ્ચેથી છોડી મૂક્યો છે.

સમી તાલુકા મથકથી 30 કિમી દુર રણ કાંઠે આવેલ સીંગોતરીયા ગામના વિદ્યાર્થીઓ ગામમાં શાળાના સમયે એકપણ એસટી બસની સુવિધા ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગામના 60થી 70 વિદ્યાર્થીઓ ભદ્રાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે 10 જેટલા વિદ્યાર્થીઓ બાસ્પા કોલેજમાં અભ્યાસ અર્થે જાય છે. પરંતુ શાળા-કોલેજના સમય અનુસાર ગામથી એકપણ બસ ન હોઈથી પ્રાઇવેટ વાહનોમાં જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

આ અંગે એસટી તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો ન આવતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આગામી સમયમાં બસ ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેમ ગ્રામજનોએ ચીમકી ઊચ્ચારી છે.

ST તંત્ર દ્વારા રજૂઆતોને ધ્યાને લેવાતી નથી
ગામના યુવા સરપંચ ભાથીજી ઠાકોર જણાવ્યું કે અમારા ગામ એસટી બસની સુવિધા ન હોઈ બાળકો પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરે છે. આર્થિક રીતે ભારે પડે છે તો બાળકો સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી.ગામના ૩૦ ટકા બાળકોએ તો મુસાફરી માટે એસટી બસ સુવિધા ન હોવાને કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી મૂક્યો છે. આ અંગે એસટી વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં ચોક્કસ પરિણામ મળતું નથી આગામી સમયમાં બસ ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે

અન્ય સમાચારો પણ છે...