તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હાઈવેના કામમાં પાઇપલાઈનો તૂટતાં બોરતવાડાના પરા વિસ્તારના 30 પરિવાર 2 માસથી પાણીથી વંચિત

સમી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હારિજ તા.પં.માં 30 પરિવારોની રજૂઆત,4 દિવસમાં પાણી આપવાની બાંહેધરી

હારીજ તાલુકાના બોરતવાડા ગામના ખુશાલપૂરા વિસ્તારમાં 30 ઉપરાંત રહેઠાણ વિસ્તારમાં પીવાના પાણી બે માસથી આવતાં નથી ગામનાં સરપંચને વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી નહીં આવતા આખરે 30 પરિવારોના મહિલાઓ પુરુષો અને બાળકો સાથે તાલુકા પંચાયત કચેરીમાં પાણી આપોના પોકારો કરી હોબાળો મચાવ્યો હતો. રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક બોરતવાડા જઇ રૂબરૂ ઘટનાથી વાકેફ થઈ 4 દિવસમાં પાણી આપવાની બાંહેધરી આપી હતી.

હારીજથી પાટણ ચારમાર્ગીય રોડનું કામ ચાલી રહ્યું હોઇ છેલ્લાં બે માસથી પાણીની પાઇપલાઈનો તુટી જતાં બોરતવાડા ગામના ખુશાલપૂરા વિસ્તારના 30 થી 35 પરિવારોને પાણી મળતું નથી. સરપંચને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાણી નહીં મળતાં આખરે 30 થી 40 મહિલા પુરુષો હારીજ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવી લેખિત રજુઆત કરી અને પાણી આપો પાણી આપો ના પોકાર કર્યા હતાં.

બૉરતવાડા ખુશાલપૂરા વિસ્તારના રહીશ સોલંકી ભરતકુમાર પરસોતમભાઇએ જણાવ્યું હતું કે સરપંચ અંગત અદાવત રાખી પાણી આપતાં નથી વારંવાર સરપંચ,તલાટી,તેમજ તાલુકા પંચાયત સુધી રજૂઆતો કરવા છતાં બે માસથી પાણી આવતું નથી. જો હવે ટૂંક સમયમાં પાણી નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અથવા પાણી માટે આત્મવિલોપન પણ કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પુરોહિતના જણાવ્યા મુજબ રજુઆત આવતાની સાથે સ્થળ તપાસ કરતાં જૂની પાઇપલાઇન હાઇવે રોડ બનતાં તોડી નાખેલી છે. નવીન પાઈપ લાઇન નાખવા માટે આ પરા વિસ્તાર ગામતળ બહારનો વિસ્તાર છે માટે ગ્રામ પંચાયત નવીન પાઇપ લાઇન હાલમાં નાખી શકે તેમ નથી છતાં પણ અન્ય વ્યવસ્થા દ્વારા ચાર દિવસમાં પાણી આપવાની વ્યવસ્થા કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો