તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોદકામ:સમી તાલુકામાં ચાર વર્ષ પહેલાં નાંખેલી 27 કિ મી પાઇપલાઇન લીકેજ થતાં ખોદી કાઢી નવી નંખાશે

સમી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુણવત્તા વગરની પાઇપલાઇનને કારણે વારંવાર લીકેજ થતું હોવાની ફરિયાદો ઉઠી

સમી તાલુકાની પાણી પુરવઠાની પાઈપ લાઈનોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ તાલુકાના આગેવાનો દ્વારા કરવામાં આવી છે ત્યારે સમી પ્લાન્ટથી નાનીચંદુર, નાયકા, સમશેરપુરા, દુદખા વગેરે ગામોને પીવા માટેનું પાણી પુરૂ પાડતી 27 કિ.મી લંબાઈ ધરાવતી એચડીપી પાઇપલાઇન ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જોકે તંત્ર દ્વારા નવી લાઈન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.

સમીના સમશેરપુરા, નાયકા ,દુદખા, નાનીચંદુર જેવા 27 કિલોમીટરના અંતરમાં આવેલા ગામોમાં નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ 2015-16 માં રૂ. 76 કરોડના ખર્ચે પ્લાન્ટ તથા પાઇપલાઇન સહિતની કામગીરી કરાઇ હતી. સમીથી નાનીચંદુર એચડીપી લાઈન છેલ્લા ત્રણેક વર્ષથી વારંવાર તૂટી જતી હતી જેથી સમશેરપુરા સહિતનાં ગામડાઓમાં પાણી પુરવઠો ન મળતા ગામજનોએ પાણી માટે રઝળપાટ કરવી પડતી હતી ત્યારે અચાનક તંત્ર દ્વારા આ પાઈપલાઈન ખોદી નવીન પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરી છે. પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યુ હતુ કે પાઇપો તૂટી જતી હોવાથી એજન્સી મારફતે બીજી નવીન પાઈપલાઈન નાખવાની હોવાથી જૂની પાઇપો બહાર કાઢાઇ છે.

એચડીપી નહિ ડીઆઈ પાઈપ નાખવા માંગ
કોકતા ગામના અગ્રણી રમેશજી ઠાકોરે જણાવ્યુ હતુ કે માત્ર ત્રણેક વર્ષમાં પાઇપલાઇન બહાર કાઢવી પડે એ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સાબીતી આપે છે. એચડીપી લાઈન ઉનાળામાં ગરમ થતાં લીકેજના પ્રશ્નો રહેવાના જ છે. જેથી નવી ડીઆઈ પાઇપ લાઇન નાંખવા અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...