રજૂઆત:રાધનપુરના ભાડિયા ગામે પાણીની તંગી સર્જાતાં મહિલાઓની હડતાળની ચીમકી

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ પાણી પુરવઠા વિભાગમાં પાણી આપવા રજૂઆત કરી

રાધનપુર તાલુકાના ભાડિયા ગામે લોકોને અને ઢોરને પીવાના પાણીની તંગી સર્જાતા માલધારી મહિલા સંગઠનના નેજા હેઠળ પાણી પુરવઠા વિભાગમા રજૂઆત કરવામાં આવી હતી. અને તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

જો પાણી છોડવામા નહિ આવે તો ટૂંક સમયમાં બહેનો પોતાના પાણીના વાસણો-બેડા લઈને પુરવઠા વિભાગમાં આવી હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ પ્રસંગે સુરજબેન રબારી સહીત માલધારી સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...