ચૂંટણી:રાધનપુર પાલિકાના વોર્ડ 7,ચલવાડા તાલુકા પંચાયત બેઠકની આજે પેટાચૂંટણી

રાધનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપ અને કોંગ્રેસે પૂરજોશમાં પ્રચાર કર્યો હતો.

રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં.7 ના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોષીનું બીમારીને કારણે અને ચલવાડા તાલુકા પંચાયત બેઠકના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરોનામા દુઃખદ અવસાન થતાં બંને બેઠકોની પેટાચૂંટણી યોજાઈ રહી છે. આજે રવિવારે બંને બેઠકોનું મતદાન થશે. નગરપાલિકાના વોર્ડ નં.7 માં ગત ચૂંટણીઓમાં ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ કોંગેસની બહુમતી હોવાથી કોંગ્રેસની બોડી બની હતી.જો કે રામનગર, દેવીપૂજક વાસ, મસાલી રોડ ઉપરની મોટાભાગની સોસાયટીઓમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની અને સફાઈની જબરદસ્ત ફરિયાદો લોકોમાંથી ઉઠી રહી છે.

ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં લોકો કોના તરફી વોટિંગ કરે છે એ જોવાનું રહે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો હોવાની અફવા પણ ઉડી હતી, જેના કારણે થોડીક ગરમાગરમી પણ થઇ હતી. ચલવાડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર જોરાજી ઠાકોરનું અચાનક નિધન થતાં સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ દ્વારા તેમના પત્નિને ટિકિટ આપવામાં આવી છે. સહાનુભૂતિનો લાભ કોંગ્રેસને મળે છે કે નહિ એ જોવાનું રહે છે. ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ આ બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.ભાજપના અજમલજી ઠાકોરે એડીચોટીનું જોર લગાવ્યું છે.જો કે આ બંને બેઠકો ગમે તે જીતે તાલુકા પંચાયત કે નગરપાલિકામાં બોડીમાં કોઈ ફેર પડે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...