વિવાદ:કાકાની દીકરીને ફોન કરવા મુદ્દે યુવકને ટોમી ફટકારી

રાધનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાધનપુર શહેરમાં શાંતિધામ રોડ ઉપર હનુમાનપુરામાં રહેતા યુવક ઉપર કાકાની દીકરીને ફોન કરવા મામલે શહેરના જ એક યુવકે ટોમી વડે હુમલો કર્યો હતો. હનુમાન પુરામાં રહેતા સાહિલભાઈ રહીમભાઈ ઘાંચી અન્સારી પીરની દરગાહ પાસે આવેલી લારી પર ગયા હતા.

ત્યારે મીરાં દરવાજા પાસે રહેતા સલીમભાઇ ગુલામરસુલ ઘાંચીએ આવીને કહ્યું કે "તું કેમ મારા કાકાની દીકરી તોકીરાને ફોન કરે છે'" કહીં અપશબ્દો બોલવા લાગેલ અને હાથમાંની ટોમી સાહિલના બંને પગોમાં ઢીચણના નીચેના ભાગે ફાટકારેલ, જ્યારે તેની સાથે આવેલા ઈરફાનભાઈ અમીનભાઈ ઘાંચીએ લાકડી જમણાં હાથે અને કોણીના ભાગે, આંગળીમાં અને ડાબા હાથના કાંડા અને ખભાના ભાગે ફાટકારેલ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતાં. સાહિલભાઈ ઘાંચીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રણજિતસિંહ રથવી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...