સારવાર:રાધનપુરમાં કરંટ લાગેલા યુવાનને સેવાભાવી યુવાનોએ વતન મોકલ્યો

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને કરંટ લાગતાં હાથ તથા પગમાં ઇજા પહોંચતાં તરફડિયા મારતો હતો

રાધનપુરમાં રવિધામની સામે આવેલ 66 કેવી વીજ સ્ટેશન પાસે યુવાન કીચડમાં પાણીમાં બે દિવસથી પડેલો છે તેવું કમલેશભાઈ સોલંકીને જાણવા મળતા તેમણે સેવાભાવી એવા હરેશભાઇ રઘુરામભાઈ ઠક્કરને ટેલિફોનિક જાણ કરતા હરેશભાઇ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તપાસ કરતા એક યુવાન કીચડમાં પડેલો હતો.

હરેશભાઇ ઠક્કર,કમલેશભાઈ સોલંકી અને રૂડાભાઈ ભરવાડે ત્યાં જઈ જોતા લાઈટના થાંભલા દ્વારા કોઈ કારણોસર યુવાનને કરંટ લાગ્યો હતો અને હાથ તથા પગમાં ભાગોમાં કરંટ લાગીને ફૂટી ગયો હોવાનું જણાતું હતું અને યુવાન તરફડિયા મારી રહ્યો હતો.

આ કીચડમાંથી બહાર કાઢવો મુશ્કેલ હોઈ,ગોતરકા ગામના આહિર યુવાનની મદદથી જેસીબી દ્વારા બહાર કાઢીને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરેલો.યુવાને પોતાનું નામ ધનરાજ વી.ગઢવી કચ્છના મોટા લાયજા ગામનો હોવાનું જણાવતા,હરેશભાઈ ઠક્કર દ્વારા ગૌ સેવક એવા ગાંધીધામના રાજભા ગઢવીનો સંપર્ક કરતા તેઓએ તેમના કુટુંબનો સંપર્ક કરાવેલ.રેફરલ હોસ્પિટલના અરવિંદભાઈ ચૌધરી, ડૉ.ભાવેશદાન ગઢવી તથા વૈશાલીબેન દ્વારા સારવાર આપવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના પાયલોટ જીતુભાઇ દ્વારા યુવાનને ગાંધીધામ પહોંચાડવામાં આવ્યો હતો.ગાંધીધામથી રાજભા ગઢવી દ્વારા ભુજ હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...