તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમદા ઉદાહરણ:રાધનપુરના પ્રાંત અધિકારીએ વારાહીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે 25 લાખ ફાળવ્યા

રાધનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એટીવીટી યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવનારા પ્રથમ પ્રાંત
  • ગ્રાન્ટમાંથી સિવિક વર્ક, જનરેટર, સિલિન્ડર સહિત સામગ્રી વસાવાશે

સરકાર દ્વારા એટીવીટી યોજના અંતર્ગત રાધનપુરના પ્રાંત અધિકારી ડી.બી. ટાંકને ફાળવેલી રૂ. 25 લાખની ગ્રાન્ટ વારાહી સી.એચ.સી.માં તૈયાર થનાર ઓક્સિજન પ્લાન્ટની વિવિધ સામગ્રી માટે ફાળવીને પ્રાંત અધિકારીએ રાજ્યમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાધનપુર પ્રાંત હેઠળના રાધનપુર-સાંતલપુર તાલુકાઓમાં એટીવીટી યોજના અંતર્ગત વિકાસ કામો માટે વિવેકાધીન ગ્રાન્ટ -2021/22 હેઠળ રૂ.25 લાખ પ્રાંત અધિકારીને ફાળવાયા હતા, જે કોરોનામાં વારાહી સી.એચ.સી.માં તૈયાર થનાર ઓક્સિજન પ્લાન્ટની સામગ્રી માટે ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી સિવિલ વર્ક માટે પાંચ લાખ રૂપિયા, જનરેટર માટે પાંચ લાખ રૂપિયા અને ઓક્સિજન પ્લાન્ટ માટે સાધન-સામગ્રી અને સિલિન્ડર માટે 15 લાખ ખર્ચ કરાનાર છે. વારાહી સી.એચ.સી. ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થયાં બાદ છેવાડાના વિસ્તારના લોકોને કોરોના તેમજ અન્ય બીમારીઓમાં આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...