તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાધનપુરના વેપારી મંડળે લોકડાઉનમાં છૂટ આપવા ધારાસભ્યને રજૂઆત કરી

રાધનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 મે સુધી લોકડાઉન લંબાવાતાં વેપારી મહામંડળ ખફા

રાધનપુરમાં 18 મે સુધી લોકડાઉન લંબાવતા વેપારી મંડળ દ્વારા ધારાસભ્ય રઘુભાઇ દેસાઈને લેખિતમાં રજૂઆત કરીને રાધનપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં કેસો ઘટ્યા હોઈ અને વેપારીઓને ઘર ખર્ચ અને નોકરના પગાર કાઢવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોઈ લોકડાઉનમાં છૂટ આપવા રજુઆત કરી છે.લેખીત રજુઆતમાં વેપારીઓએ જણાવ્યું છે કે લગ્ન સીઝન માટે સંગ્રહ કરેલ માલને કારણે મોટુ નુકશાન થઇ રહ્યું છે અને માલ લાવ્યા હોય તેમને પેમેન્ટ પણ કરી દેવું પડતું હોય છે.

આ ઉપરાંત થરા, ભાભર, શિહોરી, વારાહી, દિયોદર સહીત સેન્ટર ખુલ્લા છે, જેથી આ વિસ્તારના લોકો ખરીદી કરવા ત્યા જતાં રહે છે. વેપારી એસોશિયેશનના પ્રમુખ મહેશભાઈ અદાના જણાવ્યા મુજબ હાલમાં કરિયાણાની દુકાનોને જે છુટ આપવામાં આવી છે, એની જગ્યાએ કરિયાણાના વેપારીઓએ ગુરુવારથી બપોરે બે વાગ્યાથી દુકાનો બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...