તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:રાધનપુરમાં 90 લાખના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરાશે, પાલિકા ભવનના મરામત માટે રૂ. 55 લાખ ફાળવાયા

રાધનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ શાસિત પાલિકાની સાધારણ સભામાં 12.57 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર
 • 2021-22 ની કુલ રૂ. 45.64 કરોડ આવક સામે રૂ. 33.07 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો

રાધનપુર પાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી કોંગ્રેસના તમામ 16 અને ભાજપના બે સદસ્યોની ઉપસ્થિતમાં અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષની ઉઘડતી સિલક રૂ. 12.31 કરોડ અને નવા વર્ષની રૂ. 33.33 કરોડની આવક સાથે રૂ .45.64 કરોડની આવક સામે રૂ. 33.07 કરોડના ખર્ચ બાદ રૂ. 12.57 કરોડની પુરાત દર્શાવાઈ છે.

વર્ષ દરમ્યાન વેરા અને ફીમાંથી 4.31 કરોડ, જાહેર બાંધકામમાંથી 4.68 કરોડ, પરચુરણ આવક 45.31 લાખ, વ્યાજ 50 લાખ અને સરકારી ગ્રાન્ટ 25.48 કરોડની આવક સામે આરોગ્ય અને રક્ષણ પાછળ 2.86 કરોડ, પાણી પુરવઠા માટે 2.83 કરોડ, નિવૃત્તિ વેતન માટે 61.20 લાખ તેમજ ગ્રાન્ટ ખર્ચ પેટે રૂ. 22.27 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નગર સેવાસદનના રીપેરીંગ માટે રૂ. 55 લાખ ફાળવવાયા છે. જ્યારે તળાવ બ્યુટીફીકેશન માટે રૂ. 90 લાખ ફાળવાયા છે.

આ બેઠકમાં પ્રમુખ મહેશભાઈ અદા, ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર, કારોબારી ચેરમેન ગણેશભાઈ ઠાકોર, બાંધકામ કમિટીના ચેરમેન રસુલખાન બલોચ, સેનીટેશન ચેરમેન એહમદભાઈ ઘાંચી સહિત કોંગ્રેસના 16 અને ભાજપના બે સદસ્યોની ઉપસ્થિતિમાં ગત સભાના ઠરાવોની બહાલી આપવા ઉપરાંત પાણી પુરવઠા વિભાગના 25 કર્મચારીઓ રોજમદાર તરીકે કામ કરતાં હતા તેમને રૂ. 11000નો ફિક્સ પગાર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો