તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:કામલપુરનો ખેડૂત ઇઝરાયેલી ખારેકમાં 60 લાખ કમાશે

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે 2014માં રોપા ઉગાડયા,2017થી આવકની શરૂઆત થઇ

રાધનપુર તાલુકાના કામલપુર ગામે ખેડૂત પિયુષભાઇ દઝાભાઇ ચૌધરીએ 2014માં 40 વીઘા જમીનમાં મુન્દ્રાથી ઇઝરાયેલી ખારેકના બારાહી જાતના 1025 છોડ લાવીને વાવ્યા હતા અને 3 વર્ષે એટલે કે 2017થી આવક ચાલુ થઇ જવા પામી હતી. પ્રથમ વર્ષે 25 ટન ખારેકનું વેચાણ કર્યું હતું. જ્યારે આ વર્ષે એટલે કે 4 વર્ષ બાદ 150 ટનનું ઉત્પાદન થશે અને અંદાઝે રૂ.60 લાખની આવક થવાનો અંદાઝ છે. ગત વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગામના ખેડૂત ગણેશભાઈ વાલાભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ દર વર્ષે ડિસેમ્બરમાં છાણિયું ખાતર નાખે છે. છોડની આજુબાજુમાં સફાઈ કરીને ફેબ્રુઆરીમાં ફ્લીનીકરણની કામગીરી કરે છે, નર ખારેકના છોડનો પાવડર, માંદા ખારેક ઉપર છંટકાવ કરાય છે. જ્યારે ફળ આવે એટલે છોડને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું પડે છે. જુલાઈ મહિનામાં પાક ઉતારવાનું શરુ થઇ જાય છે.

ખેડૂત પિયુષભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ ગત વર્ષે કામલપુરની ખારેક મલેશિયા પહોંચી હતી. આ વર્ષે મલેશિયા અને સાઉથ આફ્રિકાના વેપારીઓ સાથે વાત ચાલે છે. બારાહી જાતની ઇઝરાયેલી ખારેક મીઠાશના કારણે રાધનપુર, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરત, ઊંઝા, થરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જાય છે. છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી.ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી કરાય છે. ખારેકના છોડ ઉપર 60 વર્ષ સુધી ઉત્પાદન મળે છે. અને હાલમાં 100 જેટલા લોકોને રોજી પૂરી પાડે છે.

કચ્છના ખેડૂતે ખારેકમાંથી ગોળ બનાવવાનું શરૂ કર્યુ
ખારેકના છોડના થડ, મૂળ,પાંદડા સહીત તમામ અંગો ઉપયોગી છે. કચ્છના ખેડૂત વેલજીભાઇ ભુડિયાએ ખારેકના ફળમાંથી ગોળ બનાવવાનું પણ શરુ કરી દીધું છે, જે ખુબ જ પૌષ્ટિક હોય છે.

અન્ય સમાચારો પણ છે...