તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:રાધનપુરમાં નિરાશ્રિત ઠાકોર સમાજ શિક્ષણ સહિત ક્ષેત્રોમાં મજબૂત થવા જિલ્લામાં સંગઠન બનાવશે

રાધનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાધનપુરમાં નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનોની સમાજને વિકાસલક્ષી બનાવવા હાકલ. - Divya Bhaskar
રાધનપુરમાં નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનોની સમાજને વિકાસલક્ષી બનાવવા હાકલ.
 • જિલ્લાના ગામડે ગામડે મજબુત સંગઠન બનાવી, કમીટીની રચના કરી પ્રશ્નોના નિરાકરણ લવાશે

રાધનપુર-સાંતલપુર-સમી અને હારીજ વિસ્તારોમાં નિરાશ્રિત ઠાકોર સમાજના લોકો મોટાં પ્રમાણમાં વસવાટ કરે છે. સમાજના યુવાનો દ્વારા સમાજનો વિકાસ થાય અને સમાજના બાળકો શિક્ષિત બને એ માટે સંગઠન બનાવીને સમાજના વધુમાં વધુ યુવાનોને તેમાં જોડવાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. સમાજના યુવાનોની બેઠક મળી હતી, જેમાં ગામડે-ગામડે મજબૂત સંગઠન બનાવીને તમામ ગામની અલગ-અલગ કમિટીઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

નિરાશ્રિત ઠાકોર સમાજ પછાત વર્ગનો હોવા છતાંય સમાજના બાળકોને શિક્ષણની કોઈ સુવિધા મળતી નથી. બાળકોને ભણવા માટે જિલ્લામાં કે તાલુકા કક્ષાએ કોઈ હોસ્ટેલ નથી. આ વર્ગ મજૂરીવર્ગનો હોઈ અલગ-અલગ જગ્યાએ મજૂરી કરવા જવાનુ થતું હોઈ બાળકો પાયાનું શિક્ષણ મેળવી શકતા નથી. બાળકો હાલના ટેક્નોલોજીના યુગમાં પણ પાયાનું શિક્ષણ મેળવી શકતા ના હોવાથી સમાજ ખુબ જ પાછળ ઠેલાઇ રહ્યો હોવાનું જણાતા સમાજના યુવાનો જાગૃત બન્યા છે અને સંગઠન બનાવીને સમાજને વિકાસની કેડીએ આગળ ધપાવવાનું નક્કી કર્યું છે.

એક અઠવાડિયામાં બસસોથી વધુ યુવાનો આ સંગઠનમાં જોડાયા છે. આ સંગઠન દ્વારા ગામ દીઠ કમિટીઓ બનાવીને જવાબદારીઓ આપવામાં આવનાર છે. શિક્ષણ ઉપરાંત સમાજના વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ કમિટી દ્વારા લાવવામાં આવશે.સમજમાં અગ્રણી નાથાભાઈ નિરાશ્રિત ઠાકોરના જણાવ્યા મુજબ અમારો સમાજ શિક્ષણના અભાવના કારણે પછાત છે, સમાજના બાળકો શિક્ષિત બને અને સમાજ વિકાસ કરે તે માટે યુવા સંગઠન કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો