તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રાધનપુર-મેમદાવાદ રોડ પર સરકારે ફાળવેલો મીઠાંનો જથ્થો ફેંકી દેવાયો

વારાહી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પુરવઠા ગોડાઉન મેનેજરે આ જથ્થો ગોડાઉનમાંથી ફેંક્યો ન હોવાનું જણાવ્યું

રાધનપુર તાલુકામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અંતોદય અને બીપીએલ કાર્ડ ધારકો માટે સસ્તા અનાજની દુકાન પર ફાળવાતો અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ઓછો આવતો હોવાની બૂમરાડો વચ્ચે સરકારી આયોડીનયુક્ત મીઠાની ૩૦૦થી વધુ બોરીનો જથ્થો પુરવઠા ગોડાઉનમાંથી બારોબાર ફેંકી દેવામાં આવતા ચકચાર મચી હતી. જોકે પુરવઠા ગોડાઉન મેનેજર કે.ટી.ભીલના જણાવ્યા મુજબ આ જથ્થો ગોડાઉનમાંથી ફેકવામા આવ્યો નથી.

રાધનપુર-મેમદાવાદ રોડ પર આવેલ કાચી કેનાલના નાળા પર સરકાર દ્વારા પુરવઠા ગોડાઉનમાં ફાળવવામાં આવેલ આયોડીનયુક્ત મીઠાની ૩૦૦ જેટલી બોરીઓ ફેંકી દેવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરી આવા પરિવારોના ઘરમાં આયોડીન યુક્ત મીઠું પહોંચે તેના માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવેલ છે પરંતુ રાધનપુર તાલુકામાં આયોડીનયુક્ત મીઠું ગરીબ પરિવારોના ઘરમાં પહોંચાડવાને બદલે ૩૦૦ જેટલી બોરીઓ રોડની બાજુમાં નાખી દેવામાં આવી છે.

મીઠાની બોરીઓ પર ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશનનો માર્કો મારેલો હતો. મીઠાની એક કિલો પેકિંગની કલ્પતરુ ટ્રેડમાર્ક વાળી થેલી હતી મીઠાની થેલી પર મેન્યુફેક્ચર્સ તા. ૩/૨૦૨૧ એટલે કે તાજેતરમાં સરકાર દ્વારા ફાળવાઈ હોય તેવું જણાયું હતું.બાજુના ખેતર માલિકને પૂછતા જણાવ્યું કે રાત્રિના સમયે આ મીઠાનો જથ્થો અહીં નાખેલો છે.

અન્ય સમાચારો પણ છે...