રજૂઆત:રાધનપુરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરતાં ગંદકીના ઢગ ખડકાયા

રાધનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પાણી પુરવઠા ચેરમેને કલેક્ટરને રજૂઆત કરી
  • નવરાત્રીના તહેવાર સુધીમાં શહેરની સમસ્યા હલ કરવા માંગ

રાધનપુર નગરપાલિકામાં અન્ય સમાજના 16 સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી હોવાથી અને આ કામદારો સફાઈ કામ કરતાં ના હોવાથી સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હોવાથી શહેરના ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને ગંદકીના ઢગલા ખડકાઇ રહ્યા છે. પાલિકાના પાણી પુરવઠા ચેરમેન મંજુલાબેન રમેશભાઈ ગોકલાણીએ જિલ્લા કલેક્ટરને પાટણ ખાતે રૂબરૂ મળીને નવરાત્રી આવી રહી હોઈ શહેરના તમામ વિસ્તારોમાં સફાઈ કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...