રાધનપુર નગરપાલિકામાં ઘણા સમયથી હંગામી ધોરણે સફાઇની કામગીરી કરતા 104 કર્મચારીઓ મંગળવારે અન્યાય થતા ન્યાયની માગણી સાથે હડતાલ ઉપર ઉતર્યા હતાં. નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચૂંટાયેલી બોડી દ્વારા નવા સફાઈ કર્મચારીઓને કાયમી ધોરણે ઓર્ડર આપી દેતા વર્ષોથી ફરજ બજાવતાં સફાઈ કામદારોની રોજગારી છીનવાઈ જવાની ભીતિના કારણે સફાઈ કામદારો રોષ સાથે હડતાળ ઉપર ઉતરી ગયા હતાં.
મહેશભાઈ હીરાભાઈ વાલ્મીકિના જણાવ્યા મુજબ બ્રાહ્મણ, રબારી, પ્રજાપતી, મુસ્લિમ, ઠાકોર સહિતના સમાજના લોકોની સફાઈ કામદાર તરીકે ભરતી કરી છે, શું આ સમાજના લોકો ગામની સફાઈ કરશે..?? એવો સવાલ કરીને જણાવ્યું કે 104 સફાઈ કામદારો છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે, એમને કાયમી કરાતાં નથી.
પાલિકા પ્રમુખ મહેશભાઈ અદાના જણાવ્યા મુજબ 17 સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી છે. જેમાં વાલ્મિકી સમાજ સિવાયના લોકોની સરકારના પરિપત્ર મુજબ ભરતી કરી છે.જેનાથી સફાઈ કામદારોને અન્યાય થયો હોવાનું અને સોમવારથી સફાઈ કામ બંધ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.