તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શંખેશ્વર દર્શન કરી વતન કચ્છ જતાં સાંતલુપરના સિંધાડા નજીક કાર પલટાતાં છને ગંભીર ઈજાઓ

રાધનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરના સિંધાડા નજીક કાર પલ્ટી જતાં કાર સીધી કરી ઈજાગગ્રસ્તોને બહાર કઢાયા હતા. - Divya Bhaskar
સાંતલપુરના સિંધાડા નજીક કાર પલ્ટી જતાં કાર સીધી કરી ઈજાગગ્રસ્તોને બહાર કઢાયા હતા.
  • એકઠા થયેલા લોકોએ કાર સીધી કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા

મુંબઈ અને પુણેથી શંખેશ્વર દર્શન કરીને આર્ટિકા ગાડી દ્વારા વણિક પરિવાર કચ્છ તરફ વતનમાં જઈ રહ્યો હતો ત્યારે સાંતલપુર તાલુકાના સીધાડા નજીક આર્ટિકા ગાડી પલ્ટી મારતાં એક બાળક, ત્રણ મહિલા અને બે પુરૂષોને ગંભીર ઈજાઓ થતાં રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.

મુંબઈ અને પુણેથી શંખેશ્વર ખાતે દર્શન કરી વતન કચ્છ તરફ જતાં ગાડીના ચાલકે સાંતલપુરના સિંધાડા નજીક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુવાતાં પલ્ટી ખાતાં એકઠા થયેલા લોકોએ કાર સીધી કરીને તેમાં ફસાયેલા આશાબેન ભરતભાઈ હડિયા, નરેશભાઈ રતિલાલ હડિયા, ઝીલ નરેશભાઈ હડિયા, મીનાબેન રાજેશભાઈ શાહ, આયન અભયરામ હડિયા અને રાજેશ ઘેલાને બહાર કાઢ્યાં હતાં. અને તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયાં હતાં. ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં લોકો દોડી આ‌વ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો