તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રાધનપુર મેમદાવાદ રોડ પરથી મળેલો 5000 થેલી સરકારી મીઠાનો જથ્થો સીઝ

વારાહી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠાનો જથ્થો રાધનપુર પુરવઠા ગોડાઉન લઈ જવાયો
  • રાધનપુર ઈન્ચાર્જ મામલતદાર અને નાયબ મામલતદારની તપાસ

રાધનપુર મેમદાવાદ રોડની બાજુમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ મીઠાનો જથ્થો ગેરકાયદેસર નાંખી દેવાની ઘટના પ્રકાશમાં આવતા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતા મીઠાના એક કિલોના 5000 પેકેટ પુરવઠા ગોડાઉનમાં લાવી સીઝ કરાયાં હતાં.

રાધનપુર મેમદાવાદ રોડ પર આવેલ કાચી કેનાલના નાળાની બંન્ને બાજુ સરકારી મીઠાનો જથ્થો નંખાતાં જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી રાધનપુર પુરવઠા નાયબ મામલતદાર અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતાં એક કિલોના 5000 મીઠાનાં પેકેટ મળી આવ્યા હતા. મીઠાનો જથ્થો રાધનપુર પુરવઠા નાયબ મામલતદાર દ્વારા ટ્રેક્ટર બોલાવી ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો હતો રાધનપુર પુરવઠા ગોડાઉન ખાતે સીઝ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...