તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:રાધનપુરમાંથી એક માનસિક દિવ્યાંગ મહિલા અને માતા-પુત્રીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

રાધનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપોમાં માનસિક દિવ્યાંગ મહિલાનું 181ની ટીમે કાઉન્સેલિંગ કર્યું

રાધનપુરમાં બે અલગ-અલગ કિસ્સામાં 2 મહિલાઓને પોલીસ અને મહિલા અભિયમ 181 દ્વારા વાલી વારસને સોંપવામાં આવી હતી. રાધનપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં એક માનસિક દિવ્યાંગ મહિલા આવી ચઢતા શહેરના સેવાભાવી લોકો અને એસટી સ્ટાફના કર્મચારીઓએ મહિલા અભયમની ટીમને પાટણથી બોલાવી અભિયમના કર્મચારી આરતીબેન દ્વારા તેનું કાઉન્સિલિંગ કરી પુછપરછ કરી પાટણ સખી વનસ્ટોપ દ્વારા તેના વાલી વારસોને સોંપી હતી.

બીજા કિસ્સામાં રાધનપુર પોલીસને સેવાભાવી લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે રાધનપુરમાં રેલ્વે સ્ટેશન વિસ્તાર મોડી રાત્રે પરપ્રાંતિય એક બહેન ફરી રહ્યાં છે, ત્યારે તેને રાધનપુર પોલીસ સ્ટેશને લાવી બે ત્રણ દિવસ સુધી તેની ભાષા સમજવા અલગ અલગ લોકોને બોલાવતા જાણવા મળેલ કે તે બેન પશ્ચિમ બંગાળના ખડકપુર જિલ્લાના ટાટા નગરના છે.

તેમનું નામ વાસંતીબેન છે અને તેઓના પતિ મરણ જતા નાની બાળકી સાથે ભીક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવે છે, કોઈ ગોપાલ નામના ઈસમ દ્વારા તેના લગ્ન રાધનપુર વિસ્તારના ગામડામાં થયેલાં, પણ અગમ્ય કારણોસર તેઓ ઘરેથી નીકળી જતાં સસરાના ગામનું નામ યાદ ના હોઈ અને ઘર બહાર ક્યારેય નીકળેલ ના હોઈ તેના ઘર સુધી પહોંચાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...