ટેન્ડર:રાધનપુર નગરપાલિકાએ રૂ. 8.24 કરોડનું ટેન્ડર બહાર પાડતાં વિરોધ, કમિશ્નરને તપાસ કરવા રજુઆત

રાધનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સત્તાધારી કોંગ્રેસ પક્ષના સદસ્યોએ જ વિરોધ નોધાવ્યો
  • સેનીટેશન કમિટીના ચેરમેને પ્રાદેશિક કમિશ્નરને તપાસ કરવા રજુઆત કરી

રાધનપુર પાલિકામાં ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતર અને પાલિકા પ્રમુખ કમુબેન ઠાકોરના નામે અલગ ગ્રાન્ટોમાંથી રૂ. 8.24 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ થતાં સત્તાધારી કોંગ્રેસના જ ચૂંટાયેલા સદસ્યોએ વિરોધ નોધાવ્યો છે. સેનીટેશન વિભાગના ચેરમેને પાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજુઆત કરીને નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મિલીભગતના કારણે સરકાર અને પ્રજાના નાણાંનો દુરૂપયોગ થઇ રહ્યાના આક્ષેપ કરીને અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવા રજુઆત કરી છે.   નગર પાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સી.સી.રોડ,કમ્પાઉન્ડ વોલ,પેવર બ્લોક, શેડ,ડામર રોડ, ગટરલાઇન, સાઈન બોર્ડ, કેટ આઈસ, સ્પીડ બ્રેકર, પંખીઘર, ટોઇલેટ બ્લોક, બાંકડા,કંપોસ્ટપીટ સહિતના કામો કરવા માટે રૂ.8,24,42,205 નું ટેન્ડર બહાર પાડ્યુુ છે જેમાં કારોબારી ચેરમેનનું નામ કે સેનીટેશન વિભાગના ચેરમેન કે અન્ય કોઈ અધિકારીનું નામ નથી. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે કયા વિસ્તારમાં કયું કામ કરવાનું છે તે અંગનો પણ કોઈ ઉલ્લેખ કરાયો નથી. સેનીટેશન વિભાગના ચેરમેન હરદાસભાઇ આહીરે પ્રાદેશિક કમિશ્નરને રજુઆત કરી તેમાં જણાવ્યુ છે કે ટેન્ડરમાં એવી શરતો રાખી છે કે તેમના મળતિયા કોન્ટ્રાક્ટરને કામ આપવાનો ઈરાદો સ્પષ્ટ થાય છે. અને કોન્ટ્રાક્ટરોને કામ આપીને મોટો ભ્રષ્ટ્રાચાર કરવા માંગતા હોય તેવું જણાઈ રહ્યું છે. ટેન્ડર બહાર પાડવા છતાંય એકપણ ચૂંટાયેલા સદસ્યને જાણ કરાવમાં આવી નથી. તો આ ટેન્ડર રદ કરીને બે-બે કરોડના ભાગ પાડીને ટેન્ડર પાડવામાં આવે તો વિકાસ કાર્યો પણ ઝડપથી થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...