તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:રાધનપુર ચીફ ઓફિસરે ઘન કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ મળતિયાને આપી દીધાનો આક્ષેપ

રાધનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસર સામે અગાઉની તપાસો લટકે છે ત્યારે નવો આરોપ
  • પાણી પુરવઠા વિભાગના ચેરમેનના પતિએ કલેક્ટરને લેખીત રજૂઆત કરી

રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન મંજુલાબેન ગોકલાણીના પતિ અને સામાજિક કાર્યકર રમેશભાઈ ગોકલાણીએ પાલિકાના ચીફ ઓફિસર વગવાળા હોવાથી મનમાની કરે છે, સમયસર ફરજ ઉપર હાજર રહેતાં નથી અને ચૂંટાયેલા સદસ્યોને મળવાનો સમય પણ આપતાં નથી, તેમના મળતીયાઓને કોન્ટ્રાકટ આપી દેતા હોવાના પણ આક્ષેપો કર્યા છે. જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ઘન કચરાના નિકાલ માટેનું રૂ. 98 લાખનું ટેન્ડર તેમના મળતીયાને આપી દીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સામાજીક કાર્યકર રમેશભાઈ ગોકલાણીએ કલેક્ટરને કરેલી આ લેખિત રજુઆતમાં ચીફ ઓફિસર તથા અન્ય અધિકારીઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરાયા છે. સફાઈના નામે રૂ. 65 લાખની ગેરરીતિ કરવામાં આવી હતી તેની એ.સી.બી.તપાસ ચાલુ છે. ટૂંકાગાળામાં ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરીને એક જ પાર્ટીને સાડા આઠ કરોડ રૂપિયાના કામો આપી દેવામાં આવ્યા છે.

જે બાબતે ગાંધીનગર સુધી પણ રજુઆત કરવામાં આવી છે. કરોડો રૂપિયાના કામો આપવામાં આવ્યા હોવા છતાંય કામોની ગુણવત્તા સાવ હલકા પ્રકારની રહે છે.આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. રજુઆતની એક નકલ મુખ્યમંત્રીને પણ મોકલી આપવામાં આવી છે. ચીફ ઓફિસર સામે કલેક્ટરમાં રજૂઆત થતાં રાધનપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...